સૂચના / ન્યૂઝીલેન્ડ ગોળીબારના મૃતકોના પરિવારોને તાત્કાલિક વિઝા આપવા ગુજરાત સરકારની મધ્યસ્થી

DivyaBhaskar.com

Mar 16, 2019, 01:50 PM IST
ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

  • મુખ્ય સચિવ-અધિક મુખ્ય સચિવ સતત વિદેશ મંત્રાલયની સંપર્કમાં
  • ગુજરાત સરકારના દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનરને મદદરૂપ થવા સૂચના

અમદાવાદ:સીએમ વિજય રૂપાણીએ ન્યુઝીલેન્ડ માં થયેલા ગોળીબારની ઘટનામાં ત્યાં વસવાટ કરતા ગુજરાતી પરિવારો તેમજ ન્યુઝીલેન્ડ પ્રવાસે ગયેલા ગુજરાતીઓની સલામતી અને ઇજાગ્રસ્ત કે મૃત્યુ પામેલા લોકોના ગુજરાતમાં રહેતા પરિવારજનોને તાત્કાલિક વિઝા મેળવવા હોય તો ગુજરાત સરકારના દિલ્હી સ્થિત રેસિડેન્ટ કમિશનર આરતી કંવરને વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધી મદદ રૂપ થવા સૂચનાઓ આપી છે.
ગૃહવિભાગ વિદેશ મંત્રાલયની સતત સંપર્કમા: ગુજરાતના ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ A.M.તિવારી ન્યુઝીલેન્ડ સ્થિત ભારતીય હાઇ કમિશનર સાથે આ ઘટનામાં અસરગ્રસ્ત ગુજરાતી પરિવારોની સલામતી અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ માટે સતત સંપર્કમાં કરી રહ્યાં છે. અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ પણ વિદેશ મંત્રાલય સાથે યોગ્ય વ્યવસ્થા થાય તે માટે સતત સંપર્કમાં છે.
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી