નિર્ણય / સર્વ શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 7 ટકાનો વધારો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • 2012થી 2018 સુધી નિમણૂંક થયેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2019ની અસરથી લાભ મળશે

divyabhaskar.com

Feb 13, 2019, 03:04 PM IST

અમદાવાદઃ ગુજરાત સરકારે સર્વ શિક્ષા અભિયાનના કરાર આધારિત કર્મચારીઓનાં પગારમાં 7 ટકાનો વધારે કરવામાં આવ્યો છે. આ પગાર વધારાનો લાભ 1 ફેબ્રુઆરીથી મળશે. આ લાભ વર્ષ 2012થી 2018 સુધી નિમણૂંક થયેલા કર્મચારીઓને 1 જાન્યુઆરી 2019ની અસરથી મળશે. વર્ષ 2012થી 2018 દરમિયાન કરાર આધારિત નિમણૂંક આપવામાં આવી હોય તેવા કર્મચારીઓને તેમની પ્રથમ એસએસએ(સર્વ શિક્ષા અભિયાન)ની હાજર તારીખ ધ્યાને લઇ વર્ષ 2019માં જે માસમાં વર્ષ પૂર્ણ થતું હોય તે માસમાં હાલ મળતા ફિક્સ પગારમાં 7 ટકાનો વધારો કરાશે.

કરાર આધારિત કર્મચારીઓનાં કરાર તા.1-1-2019થી 31-12-2019 સુધીનાં સમયગાળા માટે કરવામાં આવ્યા તેવા તમામ કર્મચારીઓને આ આદેશ પછી પગારમાં 1-1-2019ની અસરથી હાલ જે મહેનતાણું મેળવે છે તેમાં 7 ટકાનો વધારો કરાયો છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી