ગુજરાતમાં ગુટખા,તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાના વેચાણ પર એક વર્ષનો પ્રતિબંધ

gujarat government banned sell,storage and distribution of gutkha-tobacco

divyabhaskar.com

Sep 12, 2018, 06:25 PM IST

અમદાવાદઃ રાજ્ય સરકારે વ્યસનમુક્તિની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્યમાં ગુટખા, તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાના પર વેચાણ, સંગ્રહ અને વિતરણ પર એક વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડીને તમામ સત્તા મંડળોને આ મામલે અમલ કરવા અંગે સૂચના પણ આપી દીધી છે. આ સાથે જ સંગ્રહ પર પણ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ ગુટખા, તમાકુ કે પાન-મસાલાનું વેચાણ કરી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે, ગુટખા-તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલા ખાવાથી મોઢાનાં કેન્સર જેવાં જીવલેણ રોગો થાય છે. તેમજ ગુટખા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન મસાલાનું વેચાણ, સંગ્રહ અને વિતરણ કરવું ગુનો છે.

વેપારી કે વ્યક્તિ ગુટખા, તમાકુ કે પાન-મસાલાનું વેચાણ કરશે તો ગુનો બનશે

આ ગુનાહીત કાર્ય કરવાને લઇ તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા જો કોઇ પણ વ્યક્તિ તંત્રનાં ધ્યાનમાં આવશે તો તેમની સામે ફુડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આમ હવે આ કાયદા અંતર્ગત કોઇ પણ વેપારી કે વ્યક્તિ ગુટખા, તમાકુ કે પાન-મસાલાનું વેચાણ નહીં કરે અને જો વેચાણ કરશે તો તે ગુનો બનશે તેમજ તેનાં પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

(અ'વાદ સામૂહિક સુસાઈડ કેસઃ 'મમ્મી મેં ઘણીવાર કાળી વિદ્યા અંગે કહ્યું પણ તમે માન્યા નહીં')

આ અંગે ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું કે, ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયેના નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું પ્રતિબંધતિ છે.

X
gujarat government banned sell,storage and distribution of gutkha-tobacco
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી