Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » gujarat cop rb brahmbhatt to be awarded presidents police medal

અક્ષરધામ હુમલામાં આતંકીની AK-47ની ગોળી ખાનારા IPSને મળ્યા 3 રાષ્ટ્રપતિ મેડલ

Divyabhaskar.com | Updated - Aug 15, 2018, 02:27 PM

આર.બી.બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસ કેડરમાં આઈ.પી.એસ. બેચમાં ત્રણ મેડલ મેળવનારા એક માત્ર ગુજરાતી અધિકારી બન્યા

  • gujarat cop rb brahmbhatt to be awarded presidents police medal

    અમદાવાદઃ સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ વિશિષ્ઠ સેવા અંગે પોલીસ મેડલ્સ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં આઈબી (ગુપ્તચર વિભાગ)ના ઈન્ચાર્જ વડા આર. બી. બ્રહ્મભટ્ટનું પણ નામ સામેલ છે. આ સાથે જ તેઓ ગુજરાત પોલીસના ઈતિહાસમાં રાષ્ટ્રપતિના ત્રણ મેડલ મેળવનાર ગુજરાત પોલીસ કેડરના એક માત્ર ગુજરાતી આઈપીએસ અધિકારી બન્યા છે. ગુજરાત કેડરના 1995 બેચના આઈજી આર. બી. બ્રહ્મભટ્ટને સપ્ટેમ્બર 2002માં થયેલા અક્ષરધામ મંદિર પરના આતંકી હુમલામાં AK-47માંથી છૂટેલી ગોળી લાગી હતી.

    અક્ષરધામ હુમલા સમયે હતા ગાંધીનગરના એસ.પી.

    ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર આતંકવાદી હુમલો થયો ત્યારે તેઓ ગાંધીનગરના એસ.પી. તરીકે ફરજ બજાવતા હતા. તે વખતે તેમને ગાંધીનગર જિલ્લા પોલીસ વડાનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.

    એ.કે.47માંથી છૂટેલી ગોળી વાગતા થયા હતા લોહી લુહાણ

    આ દરમિયાન સપ્ટેમ્બર 2002માં આર. બી. બ્રહ્મભટ્ટને હુમલાની માહિતી મળતાં જ તેઓ અક્ષરધામ મંદિર પહોંચી ગયા હતા. જ્યાં આતંકવાદીઓને પકડવા જતાં આતંકવાદીઓએ એ.કે.47માંથી આર. બી. બ્રહ્મભટ્ટ પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આર. બી. બ્રહ્મભટ્ટ બચી ગયા અને ગોળી તેમના હાથ પરથી સરકીને નીકળી ગઈ હતી. જોકે તે સમયે તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. ત્યાર બાદ તેમને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં પણ તેઓ માત્ર પાટાપીડીં કરાવીને તુરંત અક્ષરધામ મંદિરે પરત આવી પોતાની કામગીરીમાં જોડાઈ ગયા હતા.

    2003, 2011 અને 2018 મળ્યા મેડલ

    આ પહેલા આર. બી. બ્રહ્મભટ્ટની આ ઉત્કૃષ્ટ સેવાને ધ્યાનમાં રાખીને વર્ષ 2003માં પ્રેસિડન્ટ્સ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે 2011માં તેમને પ્રેસિડન્ટ્સ પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ સર્વિસથી સન્માન કરવામાં આવ્યું હતું.

    ત્રણ મેડલ મેળવનારા એક માત્ર ગુજરાતી અધિકારી

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોલીસ દળમાં આઈપીએસની નોકરીમાં 15 વર્ષ સુધી સારી કામગીરી કરનાર અધિકારીને આ મેડલ એનાયત કરવામાં આવે છે. પ્રેસિડન્ટ્સ પોલીસ મેડલ ફોર મેરિટોરિયસ એનાયત થયાના 5 વર્ષ પછી ડિસ્ટિંગ્વિશટનો મેડલ એનાયત કરવામાં આવતો હોય છે. આમ આર.બી.બ્રહ્મભટ્ટ ગુજરાત પોલીસ કેડરમાં આઈ.પી.એસ. બેચમાં ત્રણ મેડલ મેળવનારા એક માત્ર ગુજરાતી અધિકારી બન્યા છે.

    (ઓક્ટો.થી બુલેટ ટ્રેનનું કામ શરૂ, સાબરમતી અને વટવા સ્ટેશને જ અટકી જશે ટ્રેનો)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending