Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Gujarat coastline Whale shark Breeding place

હજારો માઇલનું અંતર કાપીને ગુજરાતના દરિયે પ્રજનન માટે આવે છે વ્હેલશાર્ક

Divyabhaskar.com | Updated - Mar 23, 2018, 09:41 PM

માછલી પ્રજાતિમાં સૌથી મોટી ગણાતી વ્હેલશાર્કની ઓળખ ઈ.સ.1828માં થઈ હતી

  • Gujarat coastline Whale shark Breeding place
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    માછલી પ્રજાતિમાં સૌથી મોટી ગણાતી વ્હેલશાર્કની ઓળખ ઈ.સ.1828માં થઈ હતી

    અમદાવાદ: ગુજરાતનો દરિયા કિનારા માટે હવે નવા સમાચાર છે. વાત જાણે એમ છે કે, વ્હેલ શાર્કના નવા જન્મેલા બચ્ચા માટે ગુજરાતનો દરિયા કિનારો બધી રીતે યોગ્ય હોવાનું પર્યાવરણવાદીઓનું માનવું છે. આને કારણે જ છેલ્લા કેટલાક સમયથી વ્હેલ શાર્ક બ્રીડિંગ માટે રાજ્યના દરિયા કિનારે આવી રહી છે.


    ગુજરાતના કાંઠે નિયમિત રીતે વ્હેલ શાર્ક પ્રકારની માછલીઓ આવતી રહે છે


    સુત્રાપાડા વિસ્તારના માછીમાર મોહન બીમ સોલંકીએ નવી જન્મેલી શાર્ક વ્હેલ માછલી પકડી હતી અને આ પછી તેને છોડી મૂકી હતી. વર્ષ 2008માં ગુજરાતના દરિયા કિનારેથી વ્હેલ માછલી મળી આવ્યા પછી ગુજરાત વન વિભાગ, વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા(ડબલ્યુટીઆઇ) અને ટાટા કેમિકલ્સ લિમિટેડ(ટીસીએલ) દ્વારા તેમના રક્ષણ માટે સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે.


    વ્હેલશાર્કનું સરેરાશ 100 વર્ષનું આયુષ્ય હોય છે


    માછલી પ્રજાતિમાં સૌથી મોટી ગણાતી વ્હેલશાર્કની ઓળખ ઈ.સ.1828માં થઈ હતી. તેનું વિશાળ કદ અને વજનના કારણે તેને વ્હેલશાર્ક નામ આપવામાં આવ્યું છે. આ માછલીનું વજન 12 ટન સુધી અને લંબાઈ 45 ફુટ સુધીની હોય છે. વ્હેલશાર્કનું સરેરાશ આયુષ્ય 100 વર્ષનું હોય છે જ્યારે 30 વર્ષની ઉંમરે તે પુખ્ત બને છે. ગર્ભધારણ કર્યા બાદ પેટમાં જ ઈંડા સેવીને બચ્ચાને જન્મ આપે છે. કુલ વજનના 10 ટકા વજનનું લીવર હોય છે. તેની આંતરરાસ્ટ્રીય બજારમાં મોટી માંગ છે.


    ગુજરાતના તટવર્તી સમુદ્રમાં થતી વ્હેલ શાર્ક બધી શાર્ક કરતા મોટી છે. લંબાઈ સરેરાશ 12.5 મીટર, મહતમ ઘેરાવો 7 મીટર અને વજન 15000 કિલોગ્રામ હોવા છતાં સ્વભાવે તે શાંત છે.શિકાર કરવા માટે તેને જડબા માં ખંજર જેવા દાંત પણ નથી.ટચુકડા જીવો આરોગીને તે પોતાનો ગુજારો કરે છે. વિકરાળ અને વિરાટ એમ બે વિશેષણો શાર્ક માટે હમેશા વપરાય છે પણ બધી શાર્ક નો દેખાવ કાળ મુખો અને કદાવર હોતો નથી. લેન્ટર્ન શાર્ક નામની શાર્ક કદ માં માત્ર 8 ઇંચ જ લાંબી હોય છે.ઊંડા સમુદ્રના અંધકારમાં તે લેન્ટર્ન શાર્ક ફાનસની માફક પ્રકાશતી હોય છે.

    વધુ માહિતી માટે આગળ વાંચો... હજારો નોટીકલ માઇલનું અંતર કાપી વ્હેલશાર્ક પ્રસૂતિ માટે ગુજરાતના દરિયાકાંઠે આવે છે

  • Gujarat coastline Whale shark Breeding place
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હજારો નોટીકલ માઇલનું અંતર કાપી વ્હેલશાર્ક પ્રસૂતિ માટે ગુજરાતના દરિયાકાંઠે આવે છે

    હજારો નોટીકલ માઇલનું અંતર કાપી વ્હેલશાર્ક પ્રસૂતિ માટે ગુજરાતના દરિયાકાંઠે આવે છે


    ગુજરાતમાં ભાવનગરથી જામનગર સુધીના દરિયામાં દર વર્ષે ડિસેમ્બરથી માર્ચ માસમાં સેંકડો વ્હેલ આવે છે. વેરાવળ, ચોરવાડ અને પોરબંદર દરિયાઇ પટ્ટી વ્હેલશાર્કનું પ્રિય સ્થળ છે. અત્યારના સમયમાં ગુજરાતના દરિયામાં ઉષ્ણકટિબંધના કારણે પાણી હૂંફાળું રહે છે. ૨૧થી ૨૫ સેલ્શિયસ તાપમાન તેમજ ફોટો પ્લાંક્ટન તરીકે ઓળખાતી દરિયાઇ શેવાળનો પૂરતો ખોરાક આ સમયગાળામાં વ્હેલ શાર્કને મળે છે. સાથે સુરક્ષિત માહોલના કારણે વ્હેલ શાર્ક પ્રસૂતિ માટે અહીં આવે છે. છેક ઓસ્ટ્રેલિયા અને સાઉદી એશિયાથી હજારો નોટીકલ માઇલનું અંતર ખેડીને ડિસેમ્બર આવતા જ વ્હેલશાર્ક ગુજરાતના દરિયાકાંઠે આવવા માંડે છે. 

     

     વધુ માહિતી માટે આગળ વાંચો... વ્હેલ શાર્ક ઈંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે

     

  • Gujarat coastline Whale shark Breeding place
    વ્હેલ શાર્ક ઈંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે

     વ્હેલ શાર્ક ઈંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે


    ચારેક માસ રોકાઇને બચ્ચાને જન્મ આપીને નવજાત બચ્ચા સાથે માર્ચ આવતા સુધીમાં ગરમી વધી જતા પરત ફરે છે. સામાન્ય માછલીઓ ઈંડા મૂકતી હોય છે. જેમાંથી તેના બચ્ચાં બહાર આવતા હોય છે. પરંતુ વ્હેલ શાર્ક ઈંડાને પેટમાં જ સેવીને સીધા બચ્ચાને જન્મ આપે છે. અનુભવી સૂત્રોના અંદાજ પ્રમાણે ગુજરાતના દરિયાકાંઠે દરવર્ષે ૮૦૦-૯૦૦ વ્હેલશાર્ક બચ્ચાને જન્મ આપવા માટે આવે છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

Trending