ફંડ / લોકસભા ચૂંટણી ખર્ચ માટે ગુજરાત ભાજપ ટીમને 200 કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • એક અઠવાડિયામાં ભાજપ 75 કરોડનું ફંડ ઉઘરાવશે
  • ભાજપ દેશની સૌથી ધનવાન રાજકીય પાર્ટી

DivyaBhaskar.com

Feb 12, 2019, 04:27 PM IST
અમદાવાદઃ ભાજપે લોકસભા ચૂંટણી ફંડ ઉઘરાવવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે ફંડ માટેની ધનસંગ્રહ યોજનાનું નામ બદલી સમર્પણ નિધિ યોજના કર્યું છે. ભાજપની કોર ટીમના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાઈકમાન્ડે ગુજરાત ટીમને 200 કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે. કાર્યકરથી લઈ MP-MLAને નાણાં ઉઘરાવવાના ટાર્ગેટ આપ્યા છે.
1. MPને 5 લાખ અને MLAને 2 લાખ લાવવા ફરજિયાત
ભાજપની સ્ટેટ ટીમે રાજ્યસભા અને લોકસભાના 37 સાંસદને 5 લાખનું ફંડ અને 100 ધારાસભ્યોને 2 લાખનું ફંડ ઉઘરાવી જમા કરવોનો ટાર્ગેટ અપાયો છે. શહેરની મ્યુ.ના કોર્પોરેટરોને 75 હજાર અને મેયરને 1 લાખનું ફંડ જમા કરાવવું ફરજિયાત છે. 
2. સુરત અને અમદાવાદના ઉદ્યોગપતિઓ પાસેથી 10-10 કરોડના ફંડનો ટાર્ગેટ
સુરત અને અમદાવાદમાં સૌથી ઉદ્યોગપતિઓ હોવાથી કોર્પોરેટર સહિત મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને ફંડ ઉઘરાવવાની જવાબદારી સોપાઈ. બંને શહેરમાં 10-10 કરોડનું ફંડ ઉઘરાવવાનું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી