તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહદર્શનના નામે કરોડો ખર્ચતી સરકાર પાસે સિંહોના સંવર્ધન માટે પૈસા નથી અને કેન્દ્ર આપતું નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિંહ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતું ભંડોળ વાઘ પાછળ થતા ખર્ચના માત્ર 2.57 ટકા જ છે - Divya Bhaskar
સિંહ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતું ભંડોળ વાઘ પાછળ થતા ખર્ચના માત્ર 2.57 ટકા જ છે

અમદાવાદ: ગુજરાત સરકાર ગીરના સિંહોના નામે પ્રવાસનનો પ્રચાર કરવા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ આ સિંહોના રક્ષણ અને સંવર્ધન માટેના યોગ્ય નાણાં ન ફાળવતી હોવાથી સિંહોના મોત થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં ગીરના 16 સિંહના મોત મામલે ગુજરાત સરકારનું પેટનું પાણી પણ હલતું નથી. ગીરના સિંહોના રક્ષણ પ્રત્યે ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્રની મોદી સરકાર પણ ઉદાસીનતા વ્યક્ત કરી રહી છે. ગીર અભયારણ્યમાં સિંહના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવે છે. તેમ છતાં સિંહ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતું ભંડોળ વાઘ પાછળ થતા ખર્ચના માત્ર 2.57 ટકા જ છે. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે સિંહના સંવર્ધન અને રક્ષણ માટે 26 કરોડ રૂપિયા ફાળવ્યા છે. બીજી તરફ વાઘ માટે સરકાર દ્વારા કુલ 1007 કરોડ રૂપિયાનું જંગી ભંડોળ ફાળવવામાં આવ્યું છે.જો સરેરાશ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિ વાઘ દિઠ સરકાર દ્વારા 15 લાખ રૂપિયા સંરક્ષણના પ્રયાસો પાછળ ખર્ચે છે. બીજી તરફ સિંહદિઠ માત્ર રૂપિયા 95 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

 

 

સરકાર કરે છે સિંહ અને વાઘ વચ્ચે ભેદભાવ

 

સુત્રોના કહેવા પ્રમાણે 2016-17ના વર્ષમાં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ ફાળવવામાં આવતું ભંડોળ બમણું કરવામાં આવ્યું હતું. આ ભંડોળ 2015-16માં 155 કરોડ રૂપિયા હતું. જેવી રીતે વાઘને પ્રોજેક્ટ ટાઈગર હેઠળ બજેટમાંથી ભંડોળની ફાળવણી થાય છે તેવી રીતે આપણા સિંહ નસીબદાર નથી. કારણ કે સિંહ માટે અપાતી ભંડોળની રકમ નક્કી પ્રોજેક્ટને બદલે રજૂ કરવામાં પ્રોજેક્ટના હિસાબે આપવામાં આવે છે. ભાજપ સરકારમાં પણ સિંહ સાથે આ જ રીતે ભેદભાવ થયો છે. જો સરેરાશ દ્રષ્ટિએ જોઈએ તો પ્રતિ વાઘ દીઠ સરકાર દ્વારા 15 લાખ રૂપિયા સંરક્ષણના પ્રયાસો પાછળ ખર્ચે છે. બીજી તરફ સિંહ દીઠ માત્ર રૂપિયા 95 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. 

 

સરકારોનો સિંહને હળહળતો અન્યાય

 

આ અગાઉ વિધાનસભામાં પણ સરકારે કબૂલ કર્યું હતું કે, 2015થી 2016 સુધીમાં સિંહ માટે કોઈપણ વધારાની ગ્રાન્ટ આપવામાં આવી નથી. રાજ્ય સરકારે દાવો કર્યો હતો કે, 2016-17માં 21.88 કરોડ અને 2015-16 14.29 કરોડ રાજ્યની તિજોરીમાંથી સિંહના સંરક્ષણના પ્રયાસો માટે ફાળવવામાં આવ્યા હતા. આ પરિસ્થિતિમાં લાગી રહ્યું છે કે, સિંહને સરકારના વન્ય જીવોના સંકલિત વિકાસમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું નથી. આ અગાઉ યુપીએ સરકાર દ્વારા પણ સિંહ મામલે બેદરકારીભર્યું વર્તન કરવામાં આવ્યું હતું. યુપીએ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોઈ એક વન્ય જીવ પાછળ મોટી સંખ્યામાં ખર્ચ કરવો યોગ્ય નથી. આ ઉપરાંત લોકસભામાં પણ સિંહના સંરક્ષણ માટે જરૂરી ભંડોળ ન હોવાની મજબૂરી વ્યક્ત કરવામાં આવી હતી. જો કે વાઘ પાછળ જંગી પ્રમાણમાં ખર્ચ કરવામાં આવે છે.જો કે અગાઉની સરકારમાં કોંગ્રેસના રેણુકા ચૌધરીની અધ્યક્ષતામાં બનેલી સંસદીય સમિતિએ ગીરમાં પ્રોજેક્ટ ટાઈગરની જેમ સિંહ માટે પણ વ્યવસ્થા કરવા ઉપર ભાર મુક્યો હતો.   

 

 

(લોકસભા ચૂંટણીમાં 'મોદી'નહીં પણ 'નરેન્દ્ર' BRAND ચાલશે, PMનું થશે ઈમેજ મેકઓવર)

 

આગળ જાણો રાજ્ય અને કેન્દ્ર સરકારે સિંહોના સંવર્ધન પાછળ ફાળવેલા ફંડ અંગેની વધુ વિગતો