સરકારે સ્પષ્ટતા ન કરતાં CBSE સ્કૂલોમાં નવરાત્રી વેકેશન નહીં

Government does not have Navratri vacation in CBSE schools, not clear
Bhaskar News

Bhaskar News

Oct 05, 2018, 02:08 AM IST

અમદાવાદ:રાજ્ય સરકારે નવરાત્રી વેકેશન અંગે અગાઉ કરેલા પરિપત્રમાં સીબીએસઈ, ઈન્ટરનેશનલ સ્કૂલોમાં વેકેશન અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી. જેથી અમદાવાદના એસોસિયેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ (AOPS)એ સરકારને પત્ર લખી આ અંગે સ્પષ્ટતા માગી હતી, પરંતુ સરકારે કોઈ ચોખવટ ન કરતાં ગુરુવારે મળેલી એક મિટિંગમાં કામચલાઉ ધોરણે નવરાત્રીમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે હજુ નવરાત્રીને 6 દિવસ બાકી છે ત્યારે સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો આ નિર્ણયમાં ફેરબદલ કરવાનો મત તમામ સંચાલકોએ વ્યક્ત કર્યો હતો.

અગાઉ સરકારી પરિપત્રમાં CBSE અંગે કોઈ ચોખવટ ન હતી


ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ગુજરાત બોર્ડની તમામ સ્કૂલોમાં નવરાત્રી વેકેશન આપવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ ગુજરાત બોર્ડ સિવાયનાં નેશનલ, ઇન્ટરનેશનલ બોર્ડે નવરાત્રી વેકેશન અંગે શું કરવું તેની સરકારે સ્પષ્ટતા કરી નહોતી. પરિણામે ખાનગી સ્કૂલોનાં એસોસિએશને સરકારને સ્પષ્ટતા કરવા પત્ર લખ્યો હતો.

સરકાર સ્પષ્ટતા કરશે તો ફેરબદલ કરાશે


એસોસિઅેશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલનાં સૂત્રોના જણાવ્યાનુસાર, નવરાત્રી અંગે અત્યાર સુધી નેશનલ અને ઇન્ટરનેશનલ બોર્ડ માટે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. આથી અેસોસિયેશન તરફથી સરકારને પત્ર લખીને પૂછવામાં આવ્યું છે કે, આ મુદ્દે શું કરવું? પરંતુ અત્યાર સુધી સરકાર તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આથી AOPSની સ્કૂલોમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું નથી. જો ભવિષ્યમાં સરકાર આ અંગે કોઈ સ્પષ્ટતા કરશે તો અમે તેને જરૂરથી અનુસરીશું.


અગ્રણી 50 પૈકી 5 સ્કૂલોનો વેકેશનનો મત


AOPSમાં જ વેકેશનને લઈને અસમંજસતા છે. જો કે અગ્રણી 50 પૈકી પાંચ જેટલી સ્કૂલોએ વેકેશન રાખવાનો મત રજૂ કર્યો હતો. તો ઘણી સ્કૂલો વીકેન્ડની રજાને જોડીને પાંચ દિવસની રજા આપવાનું વિચારી રહી છે, પરંતુ મોટાભાગની સ્કૂલોમાં વેકેશન આપવામાં આવશે નહીં.

(અહેવાલ-અનિરુદ્ધસિંહ પરમાર )

X
Government does not have Navratri vacation in CBSE schools, not clear
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી