તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

6 મહિનામાં 8 રૂપિયા મોઘું થયું ઇંધણ સરકાર ચૂપ રહી, હવે 5 રાજ્યોમાં ચૂંટણી...એટલે અચ્છે દિન દેખાડ્યા?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત આગામી 4-5 દિવસની અંદર થવાની છે. ચૂંટણી મેદાનમાં ઉતરતા અગાઉ સરકારે સસ્તો દાવ રમ્યો છે. ચૂંટણી પહેલા સરકાર આવું જ કરે છે. કર્ણાટક ચૂંટણી દરમિયાન બે સપ્તાહ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા નહોતા. 12 મે 2018ના રોજ મતદાન પૂરું થયું કે તરત પેટ્રોલ મોંઘું કરાયું હતું. આવું જ ગુજરાતમાં કર્યું હતું. પહેલાં પેટ્રોલ-ડીઝલ સસ્તા કર્યા પછી 15 દિવસ સુધી ભાવ વધારો અટકાવ્યો અને પરિણામ આવતા જ ભાવ વધાર્યા. ખૂબીની વાત એ છે કે, ઈંધણના ભાવ આટલા દિવસથી સતત વધતા હતા. પરંતુ કેન્દ્રીય મંત્રીઓથી લઈ રાજ્યોના નાણામંત્રી સુધી એક સૂરમાં કહેતા હતા કે, ઈંધણ પર ટેક્સ ઘટાડવાની કોઈ શક્યતા નથી. પરંતુ જેવી નાણાંમંત્રી અરુણ જેટલીએ જાહેરાત કરી કે તરત જ જોતજોતામાં 12 રાજ્યોની સરકારોએ ભાવ ઘટાડી દીધા. એટલું જ નહીં પક્ષ તરફથી નિવેદન પણ આવ્યું કે, આ સરકારની સંવેદનશીલતા છે !