નિર્ણય / SSCની પરીક્ષા માટે 2020થી ગણિતના બે પ્રશ્નપત્ર, વિદ્યાર્થીને પસંદગી માટે વિકલ્પ મળશે

divyabhaskar.com

Feb 12, 2019, 12:55 AM IST
પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝિક એમ બે લેવલના પેપર તૈયાર કરાશે
  • બોર્ડની સામાન્ય સભામાં CBSEની પદ્ધતિ અપનાવવા વિચાર

અમદાવાદઃ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની મળેલી બેઠકમાં વર્ષ 2020થી ધો.10ની પરીક્ષામાં બે લેવલના પ્રશ્નપત્ર લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા પણ CBSE(સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન)પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્ર 2020થી ધોરણ-10ની પરીક્ષામા શિક્ષણ બોર્ડ ગણિતના બે લેવલના પેપર કાઢશે. જેમાં ધોરણ-10નું ગણિતના પેપરમાં મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝિક એમ બે લેવલના પેપર હશે.

ધોરણ 10 પછી ગણિત રાખવું કે નહીં તેનો વિકલ્પ મળશે

1.ધોરણ 10 પછી ગણિત વિષય સાથે ઉચ્ચ અભ્યાસ કરવા માગતા વિદ્યાર્થીઓ ગણિત સ્ટાન્ડર્ડ લેવલ જ્યારે ધોરણ-10 પછી ગણિત નહીં રાખવા માગતા વિદ્યાર્થીઓ માટે ગણિત બેઝિક લેવલ પશ્નપત્ર તૈયાર કરવા પ્રસ્તાવ પસાર કરાયો છે. 
 
અંક ગણિત અને બીજ ગણિતના અલગ અલગ પાઠ્ય પુસ્તક
2.આ નિર્ણયને પગલે ગણિત વિષયના બે અલગ અલગ પાઠ્ય પુસ્તકો પણ તૈયાર કરાશે. જેમાં સામાન્ય પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે અંક ગણિત આધારિત અને વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બીજ ગણિતનું પાઠ્ય પુસ્તક તૈયાર કરાશે.
વિદ્યાર્થીનો ભય અને તણાવ દૂર કરવા પ્રયાસો
3.બોર્ડે વિદ્યાર્થીઓમાં ગણિતનો ભય અને તણાવ દૂર કરવા બોર્ડે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય બોર્ડના તમામ સભ્યોએ સહસહમતિથી સામાન્ય સભામાં પ્રસ્તાવ પાસ કર્યો હતો.
માર્કશીટમાં ધો.12 સુધી સુધારા થઈ શકશે
4.બોર્ડની સામાન્ય સભામાં જિલ્લા કેન્દ્રોથી દૂર રહેતા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને વર્ષ 2020થી ખાનગી વિદ્યાર્થીઓ જિલ્લા મથકેની જગ્યાએ તાલુકા મથકે પરીક્ષા આપી શકશે. ધો. 10ની પરીક્ષા પૂરી થયા બાદ નામ, અટક કે સરનામામાં ફેરફાર કરી શકાતો ન હતો. પરંતુ હવેથી નામ, અટક કે સરનામામાં ભૂલ અથવા ફેરફાર હોય તો ધો.12 સુધી કરી શકાશે.
બોર્ડનો હેલ્પ લાઈન નં. 1800 233 5500
5.પરીક્ષામાં વિદ્યાર્થીઓની મૂંઝવણને લઇને બોર્ડે ખાસ ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. 1800 233 5500 નંબર પર સવારે 10થી સાંજે 6-30 દરમિયાન એક્સપર્ટ કાઉન્સિલર અને સાઈકોલોજિસ્ટ સાથે વિદ્યાર્થીઓ વાત કરી શકશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી