Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Former Chief Minister Keshubhai Patel's eldest son Jagdish Patel passed away

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદીશ પટેલનું નિધન

Divyabhaskar.com | Updated - Aug 28, 2018, 09:47 AM

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલ ઓશો સન્યાસી હતા

  • Former Chief Minister Keshubhai Patel's eldest son Jagdish Patel passed away
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    જગદિશભાઇ પટેલનું ગઇકાલે દુ:ખદ અવસાન થયું હતું

    અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલનું રવિવારે દુ:ખદ અવસાન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર ચાલુ કર્યું હતું અને સેવાકીય પ્રવત્તિઓ કરતા હતા. ગઇકાલે રક્ષાબંધન પર્વ હોવાના કારણે અમદાવાદ ખાતે તેઓના બહેનને ત્યાં રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું નિધન થયું હતું. રવિવાર સાંજે અમદાવાદમાં તેઓની સ્મશાનયાત્રા નીકળી હતી. જેમાં બહોળી સંખ્યામાં પરિવારજનો, મિત્રવર્તુળ જોડાયા હતા.

    જગદીશભાઇ પટેલ ઓશો સંન્યાસી હતા


    પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલ ઓશો સંન્યાસી હતા. તેઓનું ઉપનામ સ્વામી દેવતીર્થ ભારતી હતું. રક્ષાબંધનના દિવસે અમદાવાદ ખાતે તેઓ નિર્વાણ પામ્યા હતા. રાજકોટના મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે વર્ષ 2012ના ફેબ્રુઆરીમાં બંધ કરી ઓશો સેન્ટર શરૂ કર્યું હતું. જેનું ઉદ્ધાટન સુર્ફીમા માસ્ટરમાં પ્રેમ નઝીલા દ્વારા કરવામાં આવ્યું હતું અને આ ઓશો સેન્ટરનું નામ ઓશો આનંદધામ ધ્યાનમંદિર રાખેલું હતું. તેઓએ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ખાતે 2009માં ઓશો સંન્યાસ લીધો હતો.


    ઉલ્લેખનીય છે કે જગદીશભાઇ પટેલના નાના ભાઇ પ્રવિણભાઇ પટેલનું ગત વર્ષે 8 સપ્ટેમ્બરના રોજ દુ:ખદ નિધન થયું હતું. તેઓ 5 ભાઇઓમાં સૌથી મોટા હતા. આ તમામ ભાઇઓ ઓશો સંન્યાસી છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિર સાથે તેઓનો વર્ષો જૂનો અતૂટ નાતો રહેલો છે. ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરના સંચાલક સ્વામી સત્યપ્રકાશ દ્વારા તેઓને શ્રદ્ધાંજલી અર્પણ કરી છે.

    કેશુબાપાના 5 પુત્રો અને 1 પુત્રી છે. જેમાં સૌથી મોટા સ્વ. જગદીશભાઇ, સ્વ. પ્રવિણભાઇ (ગત સપ્ટેમ્બરમાં અવસાન થયું), મહેશભાઇ, ભરતભાઇ, અશોકભાઇ તેમજ બહેન સોનલબેન જેઓ અમદાવાદમાં રહે છે.

    જગદીશભાઇ પટેલ અમદાવાદ ખાતે તેઓના બહેનના નિવાસ્થાને રાખડી બંધાવવા આવ્યા હતા. ત્યાં જ તેઓને હૃદયરોગનો હુમલો આવતા તેઓનું દુ:ખદ અવસાન થયું હતું. સદ્દગત જગદીશભાઇ પટેલનું આગામી ગુરૂવારે રાજકોટ ખાતે આત્મીય કોલેજમાં બેસણું રાખવામાં આવેલું છે.

  • Former Chief Minister Keshubhai Patel's eldest son Jagdish Patel passed away
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    જગદીશભાઇ પટેલ પરિવાર સાથે
  • Former Chief Minister Keshubhai Patel's eldest son Jagdish Patel passed away
    જગદીશભાઇ પટેલ ઓશો સન્યાસી હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ