કનુભાઇ કલસારિયાએ આપ્યો હાથને સાથ, વિધિવત જોડાયા કોંગ્રેસમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મહુવાના પૂર્વ ઘારાસભ્ય કનુભાઇ કલસરિયા આજે વિધિવત રીતે કોગ્રેસમાં જોડાયા છે. કનુભાઇએ દિલ્હી જઇને રાહુલ ગાંધીના નિવાસ સ્થાને મિટીંગ કરીને કોંગ્રેસ સાથે જોડાણ કરી લીધુ છે. ગુજરાત કોગ્રેસ પ્રભારી રાજીવ સાતવની પણ તેમની સાથે ઉપસ્થિત હતા. મહત્વનું છે કે કનુ કલસરિયા આગામી લોકસભાની ચૂંટણી પણ લડી શકે છે. કનુ કલસરિયા અગાઉ પણ ઘણીવાર ચર્ચામાં આવ્યા છે. 


ભાજપના ઉમેદવાર તરીકે કલસરિયા ત્રણ વાર મહુવાથી ધારાસભ્ય તરીકે વિજયી થયેલા છે, કલસરિયાએ 2008માં મહુવા પાસે બની રહેલી નીરમાના સિમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપવાના વિરોધમાં નરેન્દ્ર મોદીની સામે પડ્યા હતા. કોંગ્રસના કુવંરજી બાવળિયા તાજેતરમાં જ ભાજપમાં જોડાયા છે, તેવામાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસની કોળી સમાજની વોટ બેન્ક નબળી પડશે તેવા શક્યતાની વચ્ચે કોંગ્રેસે મોટો દાવ ખેલ્યો છે. કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ખેડૂતોના નેતા તરીકે જાણીતા કનુ કલસરિયાને 11 જુલાઇએ વિધિવત રીતે પક્ષ સાથે જોડ્યા છે. જેના કારણે આગામી લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસ વારા ફરતી રાજકારણમાં ગરમાવો લાવી રહ્યા છે.

 

વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....