• Gujarati News
  • National
  • Forest Department Was Forewarned Twice Since 2011 About The Presence Of Cdv In Gir Lion

બેદરકાર સરકારઃ ગીરના સિંહોમાં ફેલાયેલા વાઇરસ અંગે 7 વર્ષ પહેલા આપી હતી ચેતવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ વિશ્વમાં એક માત્ર એશિયાટિક લાયન ધરાવતા ગુજરાતના ગીરના સિંહોના મોત મામલે સરકાર અને વનવિભાગ દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસને કારણે મોત થયા હોવાનું ખુલી રહ્યું છે. ત્યારે ગુજરાત સરકારની વાઇરસના મુદ્દે બેદરકારી બહાર આવી રહી છે, કારણ કે આ પહેલા વર્ષ 2007માં ગીરમાં એક સિંહના મોત બાદ તેના પોસ્ટમોર્ટમમાં વાઇરસ હોવાનું બહાર આવ્યું હતું. માત્ર એટલું જ નહીં, 2011માં બેંગાલુરુની સેન્ટર ફોર એનિલમ ડિસિઝ રિસર્ચ એન્ડ ડાયગ્નોસિસ દ્વારા ગુજરાત સરકારને CDV(કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ)અંગેની ચેતવણી પણ આપવામાં આવી હતી. આમ છતાં રાજ્ય સરકારે તેની અવગણના કરતા 7 વર્ષ બાદ એકાએક સીડીવીના કારણે સિંહોના મોત નિપજ્યાં છે.


શું છે CDV?

 

કૂતરાંઓની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે. માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કૂળનો આ વાઇરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક અઠવાડિયામાં જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વાઇરસ સતત દ્વિગુણ રુપાંતરિત (બમણી ઝડપે શરીરમાં પ્રસરીને) જીવલેણ બની જાય છે.

 

CDV માંદગીના લક્ષણો

 

CDV લાગુ પડ્યા પછી પ્રથમ ત્રણ દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાય છે. તેમની મૂવમેન્ટ ઘટી જાય છે. આંખોમાં દુઃખાવો, લાલાશ વર્તાય છે. ત્રણથી પાંચ દિવસ દરમિયાન ભારે ઊંચો તાવ આવે છે અને હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસરણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાઇરસની અસર મગજ સુધી પહોંચે ત્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે.

 

ટાન્ઝાનિયામાં મચાવ્યો હતો હાહાકાર

 

ઈસ. 1802માં આફ્રિકાના ગાઢ જંગલોમાં મોટા પાયે વન્ય જીવોના મૃત્યુ થયા હતા. એ પછી શીતળાની રસીના શોધક એડવર્ડ જેનરે સૌ પ્રથમ વખત આ રોગના લક્ષણોનું વર્ણન કર્યું હતું. જોકે આ વાઇરસનું મારણ શોધી શકાયું ન હોવાથી દુનિયાભરમાં વારંવાર તેનો કહેર મચતો રહે છે. 1977માં એમેઝોનના જંગલોમાં આ વાઇરસે ઉત્પાત મચાવ્યો હતો. એ પછી 1991માં ટાન્ઝાનિયા ખાતે વિખ્યાત સેરેન્ગેટી વાઈલ્ડ પાર્ક ખાતે CDVના કારણે 20% જેટલાં વન્ય જીવો મોતને ભેટ્યા હતા, જેમાં 1000થી વધુ આફ્રિકન સિંહોનો ય સફાયો થઈ ગયો હતો. 

 

(પેટા ચૂંટણીઃ આજે જસદણ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે જાહેર, લોકસભા પહેલા ભાજપનો લિટમસ ટેસ્ટ)