Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Flour Collected From The 500 Village Will Be Given Government

રાજ્યના 500 ગામમાંથી ચપટી લોટ ઉઘરાવી સરકારને અપાશે

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:21 AM

ખાનગી શાળામાં શિષ્યવૃત્તિ બંધ કરતાં વિરોધ, ઉઘરાવેલો લોટ 14મી ઓગસ્ટે કલેક્ટરને અપાશે

  • Flour Collected From The 500 Village Will Be Given Government

    અમદાવાદ: ખાનગી શાળામાં અભ્યાસ કરતાં દલિત તથા આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સરકારે બંધ કરી છે. આ અંગેના સમાચાર દિવ્ય ભાસ્કરે તા. 20મી જૂનના રોજ પ્રસિદ્ધ કર્યા હતા. સરકારના આ પગલાંનો વિરોધ કરવા ‘‘આભડછેટ-મુક્ત - ભારત અભિયાન’’ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવાના છે.

    ઉઘરાવેલો લોટ 14મી ઓગસ્ટે કલેક્ટરને અપાશે

    ગુજરાતના 500 ગામમાંથી દલિત કાર્યકરો ગ્રામજનો પાસેથી ઉઘરાવેલો ચપટી લોટનો જથ્થો સરકારને પહોંચાડવા સ્વાતંત્ર્ય દિનના આગલા દિવસે 14મી ઓગસ્ટના રોજ અમદાવાદ જિલ્લા કલેક્ટરને આપશે. આ લોટ સરકાર વેચીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ ચૂકવે તે માટે આ કાર્યક્રમ યોજવાના છે. દલિત કર્મશીલ માર્ટીન મેકવાને જણાવ્યું છે કે, ગુજરાતની સરકારી શાળાઓની બિસમાર હાલત અને ગુણવત્તાથી અકળાઇને મા-બાપ ખાનગી શાળા તરફ વળ્યાં છે. જેમાં દલિત અને આદિવાસીના 60,934 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને ગણવેશ માટે અંદાજપત્રમાં ફાળવેલા નાણાં પડી રહ્યાં છે. છતાં આ વિદ્યાર્થીઓને છેલ્લાં બે વર્ષથી 2 કરોડ 73 લાખ રૂપિયા ચૂકવાતા નથી.

    શિષ્યવૃત્તિ ચૂકવવાનું બંધ ન કરવા વિનંતી

    આભડછેટ મુક્ત ભારત અભિયાનના સંયોજક કિરીટ રાઠોડે જણાવ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગે ખાનગી શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ કે ગણવેશ સહાય ચૂકવવાથી બજેટમાં વધારાની કોઇ જોગવાઇની જરૂર નથી. અન્ય સમાજના લોકોની તથા એસ.સી. સમાજના લોકોની સામાજિક સમસ્યાઓ અલગ અલગ છે. જે ધ્યાને લઇને પુન: વિચારણાં કરવા વિનંતી કરી છે. છતાં સરકાર તરફથી કોઇ જ કાર્યવાહી કરાઇ નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending