તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જુહાપુરામાં જમીનની અદાવતમાં પાંચ રાઉન્ડ ગોળીબાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: જુહાપુરા ફતેવાડી કેનાલ પાસેની મહંમદી પાર્ક સોસાયટી પાસે રવિવારે સાંજે જમીનના ઝઘડામાં આડેધડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ડોન લતીફના સાગરીત અજિમ સસલાના ભાઇ અયુબખાન શરીફખાન પઠાણે જમીન માલિક અબ્દુલ રહીમ ખાલીદખાન પઠાણ અને તેના માણસો ઉપર આડેધડ 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. રહીમખાનની આ જમીનમાં અયુબખાન પ્લોટ માંગી રહ્યો હતો અને જો પ્લોટ ન આપવો હોય તો પૈસાની માંગણી કરી રહ્યો હતો. જે બાબતે છેલ્લા 3 દિવસથી ઝઘડા ચાલી રહ્યા હતા. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી નાસી છૂટેલા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

 

પોલીસે અયુબખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે


છેલ્લા 3 દિવસથી અયુબખાન અને રહીમખાન વચ્ચે રોજ ઝઘડો થતો હતો. જ્યારે રવિવારે સાંજે 5 વાગ્યે અયુબખાન અને તેના માણસો ફતેવાડી ખાતે આવ્યા હતા અને તેમણે રહીમખાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. જેથી રહીમખાનને બચાવવા માટે તેના માણસો તેમજ સ્થાનિક રહીશો દોડી આવતાં અયુબખાને ભાગવા માટે હવામાં 5 રાઉન્ડ ગોળીબાર કર્યા હતા. પોલીસે અયુબખાન વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.