તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MPથી હથિયારો લાવી વેચાણ કરનારા બે સહિત પાંચની ધરપકડ | Five Arrested, Including Two Selling Arms From MP, Were Arrested

MPથી હથિયારો લાવી વેચાણ કરનારા બે સહિત પાંચની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાંથી હથિયારો લાવી ગુજરાતના લોકોને વેચનારા બે શખ્સો અને તેમની પાસેથી હથિયારો ખરીદનારા મળી કુલ પાંચ શખસોની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેમની પાસેથી 17 હથિયારો અને 153 કારતૂસો કબજે કરી છે. ક્રાઈમ બ્રાન્ચના એડિશનલ પોલીસ કમિશનર જે.કે.ભટ્ટે જણાવ્યું હતું કે, ડીસીપી દિપેન ભદ્રનને મળેલી બાતમીના આધારે પી.આઈ.વી.બી.બારડની આગેવાની હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં નરોડા વિસ્તારમાં કેનાલ પાસેથી સૂરજ સુબેદારસિંગ ભદોરિયા (ઉ.વ.26 મૂળ રહે. ગામ ચિલુંગા, થાના સુરપરા, જિલ્લો ભીંડ, મધ્યપ્રદેશ)અને અર્જુન રાજેન્દ્રસિંગ પરિહાર (ઉ.વ.19 રહે. સોન્દા, થાના ગોહદ, જિલ્લો ભીંડ, મઘ્યપ્રદેશ) ને દેશી બનાવટની 6 પિસ્ટલ તથા બે રિવોલ્વર તથા 101 કારતૂસો સાથે ઝડપી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...