ફાયરિંગ/ અમદાવાદના ગોમતીપુરમાં બાઈક પર આવેલા બે શખસે ફાયરિંગ કર્યું, યુવાન ઈજાગ્રસ્ત

DivyaBhaskar.com

Dec 07, 2018, 06:46 PM IST
ગોમતીપુરમાં ચાની કિટલી પર ફાયરિંગ થતાં દોડધામ મચી હતી
ગોમતીપુરમાં ચાની કિટલી પર ફાયરિંગ થતાં દોડધામ મચી હતી

* ચા પી રહેલા મહેફુઝ પર હુમલો થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો
* ફાયરિંગની ઘટનાથી ચાની કિટલી પર ઊભેલા લોકોની નાસભાગ
* પોલીસે બે આરોપીઓ સામે આર્મ્ડ એક્ટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો

અમદાવાદ: ગઈકાલે રાત્રે ગોમતીપુરમાં બાઈક પર આવેલા બે વ્યક્તિએ એક યુવાન પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ચાની કિટલી પરના બનાવમાં પોલીસે બે આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તો ફાયરિંગની ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા.

હત્યાના પ્રયાસમાં બે સામે ગુનો નોંધાયો

- ગોમતીપુરની નુરભાઇ ધોબીની ચાલીમાં રહેતો 35 વર્ષીય મહમદ મહેફુઝ ફતેહમહમદ મંસુરી પર હુમલો
- તે તેના મિત્ર સાથે ચાની લારી પર ચા પી રહ્યો હતો
- બે શખ્સો બાઈક પર મોંઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા
- બંનેએ તેના પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું
- તેને કાન પર વાગતા સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયો
- ગોમતીપુર પોલીસની તપાસમાં સાજીદ, સમીર અને વિકીના શંકમદો તરીકે સામે આવ્યા
- પોલીસે બે આરોપીઓ વિરુધ્ધમાં આર્મ્ડ એક્ટ અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો
X
ગોમતીપુરમાં ચાની કિટલી પર ફાયરિંગ થતાં દોડધામ મચી હતીગોમતીપુરમાં ચાની કિટલી પર ફાયરિંગ થતાં દોડધામ મચી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી