ધીંગાણું / અમદાવાદમાં કરોડોની જમીન અદાવતમાં જૂથ અથડામણ, 2ના મોત, 4 ઘાયલ

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 03:05 AM
  X

  • પોલીસે પ્રત્યક્ષદર્શી અને સંબંધીઓના નિવેદન લીધા
  • પોલીસ મુજબ ઘટનામાં મોટા માથાઓની સંડોવણી
  • મહેશ ભરવાડ અને રણજીત ભરવાડના મોત નીપજ્યા

  અમદાવાદ: બાવળામાં આદરોડા રોડ ઉપર આવેલી રાઇસ મિલની બાજુમાં આવેલી જમીનની જગ્યાનો કબજો લેવા બાબતે ભરવાડ અને પટેલ વચ્ચે બોલાચાલી અને મારામારી થયા બાદ પટેલોએ ફાઈરિંગ કરતાં બે ભરવાડ યુવાનનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. જ્યારે ચાર લોકોને ઇજા થતાં અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. 

  એકને છાતીના ભાગે અને બીજાને માથામાં ગોળી વાગતા બન્નેનું ઘટનાસ્થળે જ મોત થયું

  આઠથી દસ વર્ષથી બંને પક્ષે માથાકૂટ ચાલતી હતી
  1.

  બાવળામાં આદરોડા રોડ ઉપર આવેલી અમરદીપ રાઇસ મિલની બાજુમાં આવેલી આસરે 400 ચો.મીટર જમીનની જીગ્યા ભારત રાઇસ મીલના માલિક અને તેમના ગ્રૂપે રાખેલી છે અને આ જમીનનો કબજો બાવળાનાં ભોલાભાઇ ભરવાડ પાસે હતો. આ જમીનની કબ્જો લેવા બાબતે આશરે આઠથી દસ વર્ષથી બંને પક્ષે માથાકૂટ ચાલતી હતી. રવિવારે બપોરે એકથી દોઢ વાગ્યાની આસપાસ ભારત રાઇસ મિલ ગ્રૂપના લોકો જમીનનો કબજો લેવા ગયા હતાં તે સમયે ભોલાભાઇ ભરવાડ અને તેમના માણસો પણ ત્યાં હાજર હતાં.
  આ સમયે બંન્ને પક્ષ તરફથી બોલાચાલી થઈ હતી.અને પછી સામસામે મારામારી થઈ હતી.જેમાં ત્રણથી ચાર પટેલોને ઇજાઓ થતાં તેમણે ફાઈરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં મહેશભાઇને છાતીના ભાગે ગોળી વાગી હતી અને રણજિત ભરવાડને માથાનાં ભાગે ગોળી વાગી હતી. બંન્નેને ગોળીઓ વાગવાથી ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.

  બહારથી બાઉન્સરો બોલાવી હત્યા કરી
  2.મૃતક ભોલા ભરવાડના ભાઈ નવઘણભાઈએ જણાવ્યું હતું કે, જમીનની માથાકૂટ લાંબા સમયથી ચાલે છે. આ જમીન પર ભોલાભાઈ પશુઓનો ધાસચારો ભરતાં હતાં. જેથી ભારત રાઇસ મીલ ગ્રુપના લોકો અવાર-નવાર તેમને અહીંથી નહીં નીકળવાનું કહેતા હતા. આજે તેમણે બહારથી બાઉન્સરો બોલાવીને ફાઈરિંગ કરાવીને મારા ભાઈ અને તેના મિત્રની હત્યા કરાવી છે.
  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App