અમદાવાદ: લો ગાર્ડન ડી માર્ટ ઉપરની ઓફિસમાં આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ:  લો ગાર્ડન વિસ્તારમાં આવેલા ડી માર્ટ ઉપરની ઓફિસમાં આગ લાગી હતી. આગને પગલે બે વ્યક્તિને સામાન્ય ઈજાઓ થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને સારવારાર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગના બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવા જહેમત ઉઠાવી રહી છે.


એફએસએલના રિપોર્ટ બાદ ખબર પડશે આગનું કારણ


લો ગાર્ડન સ્થિત ડી માર્ટ ઉપર આવેલી ઓફિસમાં કયા કારણથી આગ લાગી તે બહાર આવ્યું નથી. તો પોલીસે આ મામલે એફએસએલનો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે તેવું જણાવ્યું હતું.


આગળની સ્લાઈડ્સ આગની ઘટનાની અન્ય તસવીરો...