ભાનુશાળી હત્યા કેસ / છબીલ પટેલની ઓડિયો ક્લિપ વાઈરલ, ટૂંક સમયમાં જ ભારત આવીશ, કાવતરાનો ભોગ બન્યો

છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર
X
છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીરછબીલ પટેલ અને જયંતી ભાનુશાળીની ફાઈલ તસવીર

  • હું છબીલ પટેલ હાલ બિઝનેસ માટે વિદેશમાં છું: ઓડિયો ક્લિપ 
  • હું મીટિગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ

divyabhaskar.com

Feb 12, 2019, 10:49 AM IST

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યાના આરોપી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ સામે આવી છે. વાઈરલ થયેલી આ ક્લિપમાં છબીલે પોલીસ પર વિશ્વાસ હોવાનો અને પોતે નિર્દોષ હોવાનો દાવો કર્યો છે. તેણે કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો હોવાનું કહી વિદેશથી થોડા દિવસમાં જ ભારત આવવાનો સંકેત આપ્યો છે.

મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ

1. જીવનું જોખમ હોવાથી સુરક્ષા મળેઃ છબીલ

આ ક્લિપમાં છબીલ પટેલ કહે છે કે, હું છબીલ પટેલ હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું અને કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે તો હું મીટિગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી અને પૂછપરછ થશે તેમાં હું સહયોગ આપીશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાતની પોલીસ પર પુરો ભરોસો છે, જે સત્ય બહાર લાવશે. હું ભારત આવું ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે એવી મારી વિનંતિ છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે.

 

જયંતી ભાનુશાળીની હત્યાના આરોપી છબીલ પટેલ હત્યા પહેલા જ વિદેશ ભાગી ગયો છે, ત્યારે તેની અને તેના સાગરિતોની ધરપકડ કરવા માટે ભચાઉ કોર્ટમાં કલમ 70 મુજબ રેલવે પોલીસ દ્વારા અરજી કરાઈ હતી. 

2. નેતાઓની સીડી અને રાજકીય દુશ્મની આસપાસ ગૂંચવાતું રહસ્ય
પોલીસ સૂત્રો અંદરખાને સ્વીકારે છે કે, છબીલ પટેલ અને જયંતી ભાનુશાળીએ યુવતીઓનો ઉપયોગ કરી સામસામી પોલીસ ફરિયાદો કરાવી તેમાં બન્ને CD વિવાદના કળણમાં ફસાતા ગયા. ડીસેમ્બરમાં રાજકીય આગેવાને કરેલા અંતિમ પ્રયાસરૂપ ‘સમાધાન બેઠક' નિષ્ફળ રહ્યાં પછી ‘મરૂં કે મારૂં'ની સ્થિતિ સર્જાઈ હતી. ભાનુશાળીની હત્યા થઈ અને છબીલ પટેલ મુખ્ય સુત્રધાર તરીકે ઉપસી આવ્યો. પરંતુ મીઠી ખારેક તરીકે ચર્ચાસ્પદ CDકાંડથી અનેક લોકોના જીવ ઊંચા થઈ ગયાં છે. તેમજ મદદગારોએ તપાસ દરમિયાન CDકાંડમાં રાહત મળે તે માટે મોબાઈલ ફોન, સીપીયુ અને લેપટોપ કબજે કર્યા હોવાની ચર્ચા છે. મનિષા ગોસ્વામી અને મુંબઈની યુવતીને પકડી પૂછપરછ કરાય તો ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચેના લોહીયાળ વિવાદમાં CDકાંડ જ હોવાનું સ્પષ્ટ થાય તેવી ચર્ચા પણ છે.
3. ઘટનાનો પર્દાફાશ થયા બાદ 18 દિવસ પછી ઓડિયો ક્લિપ કેમ?

અબડાસાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલે વાપીની મનિષા ગોસ્વામી તથા સુરજીત ભાઉ અને પુનાના શાર્પશુટરો સાથે મળીને જયંતિ ભાનુશાળીની હત્યાનું કાવતરૂ ઘડયુ હોવાનો દાવો આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે 24 મી જાન્યુઆરીએ કર્યો હતો.

 

ત્યારબાદ 18 દિવસ પછી છબીલ પટેલના અવાજમાં રેકોર્ડ થયેલી મનાતી ઓડીયો કલીપ બહાર આવી છે. આ સંજોગોમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પોલીસના દાવા પછી તાત્કાલિક નહી પરંતુ છેક 18માં દિવસે આવી ઓડીયો જારી કરવા પાછળનું પ્રયોજન શું હોઈ શકે. પોલીસે કરેલા દાવા મુજબ, કાવતરૂ ઘડાયા પછી છબીલ પટેલ મસ્કત જવા રવાના થઇ ગયા હતા. ત્યારે મનિષા ગૌસ્વામી ભુજમાં જ હાજર હતી. છબીલ પટેલના ફાર્મ હાઉસમાં શાર્પશૂટરોને આશરો અપાયો હતો. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી