અમદાવાદ / ભાજપના પૂર્વ ધારાસભ્યો બિમલ શાહ અને અનિલ પટેલ કોંગ્રેસમાં જોડાયા

નરેન્દ્ર મોદી સાથેની બિમલ શાહની ફાઈલ તસવીર
નરેન્દ્ર મોદી સાથેની બિમલ શાહની ફાઈલ તસવીર

  • શાહ કેશુભાઈની સરકારમાં IT મંત્રી રહ્યા 
  • 2017માં ભાજપમાં બળવો કરી અપક્ષ ચૂંટણી લડ્યા 
     

DivyaBhaskar.com

Jan 22, 2019, 01:04 AM IST

અમદાવાદ: કોંગ્રેસની કારોબારીમાં ભાજપના કેશુભાઇ સરકારમાં આઇટી અને વાહન વ્યવહાર મંત્રી રહેલા બિમલ શાહ, સુરત જિલ્લા પંચાયતના સા. ન્યાય સમિતિના ચેરમેન અનિલ પટેલ અને નિવૃત્ત આઇએએસ જગતસિંહ વસાવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, રાજીવ સાતવની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલે લોકસભામાં 200થી વધુ બેઠકો ઉપર જીતનો દાવો કર્યો હતો. અહેમદ પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીએ ગઠબંધન પર બોલવાનું શરૂ કર્યું એટલે લાગે છે કે ડર ઉભો થયો છે. રામ મંદિર માટે અમારૂ સ્ટેન્ડ ક્લીયર છે અદાલતનો જે ફેંસલો હશે તે મંજૂર હશે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસનું વિસ્તૃત માળખુ મંજૂર કર્યું છે જેને સમયબદ્ધ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતારવાનું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે કહ્યું કે ગુજરાતમાં જે મુરખ હશે એ જ મોદીને મત આપશે.

ખેડા બેઠક પર ઉમેદવાર!


2017માં વિધાનસભા ચૂંટણીમાં બળવો કરીને કપડવંજ બેઠક લડી ભાજપને હરાવવામાં ભૂમિકા ભજવી હતી. ખેડા લોકસભા બેઠક પરથી શાહને કોંગ્રેસ ઉમેદવાર બનાવી શકે તેવી રાજકીય ચર્ચાઓ ચાલી રહી છે. 2014માં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ હારી ગયા હતા અને 2019ની ચૂંટણી લડવા માંગતા નથી.

X
નરેન્દ્ર મોદી સાથેની બિમલ શાહની ફાઈલ તસવીરનરેન્દ્ર મોદી સાથેની બિમલ શાહની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી