તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેટા ચૂંટણીઃ આજે જસદણ વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે જાહેર, લોકસભા પહેલા ભાજપનો લિટમસ ટેસ્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની પાંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જસદણ બેઠકની પણ તારીખ જાહેર થઈ શકે છે - Divya Bhaskar
દેશની પાંચ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જસદણ બેઠકની પણ તારીખ જાહેર થઈ શકે છે

અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા આજે બપોરે દેશના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવશે. આ વિધાનસભા ચૂંટણીઓની સાથે ગુજરાતની જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની તારીખ પણ જાહેર થાય એવી શક્યતા છે. લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે.

 

 બાવળિયાએ છ મહીનામાં ચૂંટાવું ફરજીયાત


ગુજરાતની 182 બેઠકો પૈકી જસદણ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય પદેથી કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં. ભાજપે કુંવરજી બાવળિયાને મંત્રીપદની ભેટ આપી છે. પરંતુ કુંવરજી બાવળિયા હજુ ધારાસભ્ય બની શક્યા નથી. આમ તેઓ ધારાસભ્ય પદ વિનાના મંત્રી તરીકે કામગીરી બજાવી રહ્યા છે. વિધાનસભાના નિયમો અને બંધારણ મુજબ, છ મહીનામાં ધારાસભ્ય પદ મેળવે તો જ તેઓ મંત્રીપદે રહી શકે છે, નહીં તો તેણે રાજીનામું આપવું પડે છે. આ સંજોગોમાં બાવળિયાએ 3 જુલાઈ 2018ના રોજ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા જસદણ વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેથી આ બેઠક પર છ મહીનામાં ચૂંટણી કરવાની રહે છે.

 

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી સાથે યોજાઈ શકે છે પેટા ચૂંટણી

 

જેને પગલે કેન્દ્રીય ચૂંટણી પંચ આજે દેશની પાંચ વિધાનસભા એવી છત્તિસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાની ચૂંટણીની જાહેરાત માટે આજે બપોરે પત્રકાર પરિષદ બોલાવી છે, ત્યારે આ પાંચ વિધાનસભાની સાથે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પણ જાહેર કરવામાં આવે એવી સંભાવના છે.

 

લોકસભા પહેલા ભાજપનો લિટમસ ટેસ્ટ


દેશમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતની પણ 26 બેઠકોની ચૂંટણી થવાની છે, હાલ ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપનો કબ્જો છે, ત્યારે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી ભાજપ માટે લિટમસ ટેસ્ટ પૂરવાર થઈ શકે છે. આ ચૂંટણીના પરિણામોના આધારે લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગણિત નક્કી થશે.

 

(મેટ્રોસિટીઃ અમદાવાદમાં 2020 સુધીમાં દોડશે મેટ્રોરેલ, જાન્યુઆરીમાં ટ્રાયલ રન)