Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » dy Cm nitin patel announced education-employment related schemes for non-reserved castes

રાજ્ય સરકારે સવર્ણો માટે જાહેર કરી યોજનાઓ, વિદેશ અભ્યાસ માટે 15 લાખ-ટ્યૂશન ફી પેટે 15 હજારની મદદ

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 05:55 PM

બિન અનામત વર્ગની 58 જ્ઞાતિઓના દોઢ કરોડ લોકોને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ નવા લાભ મળવા લાગશે

  • dy Cm nitin patel announced education-employment related schemes for non-reserved castes
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વાર્ષિક ત્રણ લાખ ઓછી આવક ધરાવતા સ્નાતક કક્ષાના સ્ટૂડન્ટ્સને સરકાર મહિને 1200 રુપિયા લેખે ભોજનબિલ આપશે

    અમદાવાદઃ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યના 58 જ્ઞાતિઓના દોઢ કરોડ સવર્ણો માટેની વિવિધ યોજનાઓ જાહેર કરી છે. નીતિન પટેલે જણાવ્યું હતું કે બિન અનામત વર્ગ માટે સરકારે કેટલીક યોજના બનાવી છે. સરકાર દ્વારા ધોરણ 12 બાદ વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને 15 લાખ રૂપિયાની સાદા વ્યાજે લોન આપવામાં આવશે. જ્યારે ધોરણ 12 સાયન્સ માટે 15 હજારની ટ્યૂશન સહાય પણ અપાશે.

    આ ઉપરાંત સ્વરોજગાર યોજના હેઠળ ઓફિસ ખરીદવા માટે પણ સરકાર સહાય કરશે. તેમજ ભોજન સહાય યોજનાનો લાભ પણ મળશે. તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમની સહાય પણ પુરી પાડવામાં આવશે.

    (અમદાવાદ પોલીસ કમિ.ને મળવા ગયેલા હાર્દિક પટેલને બ્લેક ફિલ્મ લગાવવા બદલ 600નો દંડ)

    ચાલુ શૈક્ષણિક વર્ષથી જ મળશે લાભ


    નીતિન પટેલે આગળ જણાવ્યું કે, "બંધારણીય જોગવાઈઓને યથાવત રાખીને રાજ્ય સરકાર દ્વારા જેમને અનામત નથી મળી તેમને લાભ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તમામ વર્ગો હળી મળીને વિકાસ કરે તે જરૂરી છે, વિદ્યાર્થીઓને લાભ થાય એવા વિશેષ પ્રયાસ કરી તમામને ન્યાયનો કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. અનામત મેળવતી જ્ઞાતિઓને અન્યાય ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને નવી યોજનાનો લાભ ચાલુ શૈક્ષિણક સત્રથી મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં હાલ 58 જ્ઞાતિઓને અનામતનો લાભ મળતો નથી. "

    હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને આપશે 1200 લેખે ભોજન બિલ

    વિવિધ ખાનગી કે સરકારી હોસ્ટેલોમાં રહીને ભણતા સવર્ણ વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાયની પણ સરકારે જાહેરાત કરી છે. જે પરિવારની વાર્ષિક આવક ત્રણ લાખ રુપિયાથી ઓછી હોય એવા સ્નાતક કક્ષાના સ્ટૂડન્ટ્સને સરકાર મહિને 1200 રુપિયા લેખે ભોજનબિલની સહાય કરશે. આ ઉપરાંત ધોરણ 9થી 12માં ભણતી વિદ્યાર્થિનીઓને પણ ફુડ બિલ સહાય મળશે.

    શૈક્ષણિક યોજના

    રાજ્યમાં ચાલતા મેડિકલ, ડેન્ટલના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો, વ્યવસાયિક અભ્યાસક્રમો, એન્જિનિયરિંગ, ટેકનોલોજી, ફાર્મસી, આર્કિટેક્ચર, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, વેટરનરી વગેરે અભ્યાસક્રમો માટે (હાયર એજ્યુકેશન જેવા કે બીબીએ, બીકોમ, બીએસસી, બીએ વગેરે સિવાય) સમગ્ર અભ્યાસક્રમની કુલ ટ્યૂશન ફી અથવા 10 લાખ રૂપિયા તે બે પૈકી જે ઓછું હોય તે પ્રમાણેની લોન 4 ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે.

    લાભ મેળવવા માટે શૈક્ષણિક લાયકાતના ધોરણો

    15 લાખની લોન માટે વિદ્યાર્થીએ ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવવા જરૂરી છે. આ લોન પર વાર્ષિક 4 ટકા લેખે સાદું વ્યાજ લેવામાં આવશે. તેમજ પરિવારની વાર્ષિક આવક રૂપિયા 3 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.

    વિદેશ અભ્યાસ માટે લોન સહાય

    આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છતા અરજદારે ધોરણ 12 પછી MBBS માટે , ડિપ્લોમાં પછી ડીગ્રી માટે, સ્નાતક બાદ અનુસ્નાતક માટે અને રિસર્ચ જેવા ટેકનિકલ, પેરામેડિકલ, પ્રોફેશનલ વગેરે જેવા કોઇપણ પ્રકારના વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે કુલ રૂપિયા 15 લાખની વિદેશ અભ્યાસ લોન નિગમ તરફથી આપવામાં આવશે.

    આગળ જાણો વિદેશ અભ્યાસ માટેની લોનના ધોરણ, લાયકાત અને સ્વરોજગાર લક્ષી યોજના અંગેની વિગતો

  • dy Cm nitin patel announced education-employment related schemes for non-reserved castes
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સ્પર્ધાત્મક પરીક્ષા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને 20,000 રુપિયા સુધીની સહાય મળશે

    વિદેશ અભ્યાસ માટે લોન લેવા માટેની લાયકાત અને ધોરણો

     

     

    અરજદારે ધોરણ 12માં 60 ટકા કે તેથી વધુ મેળવેલા હોવા જોઇએ. 15 લાખ રૂપિયાની આ લોન માટે વાર્ષિક 4 ટકાના દરે સાદું વ્યાજ લેવામાં આવશે.  પરિવારની વાર્ષિક આવક મર્યાદા 4.50 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે.

     

    સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે સહાય

     

    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ જેવી કે જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા, પંચાયત સેવા પસંદગી મંડળ તથા કેન્દ્ર સરકારની ભરતીની પરીક્ષાની તૈયારી કરવા માટે માન્યતા પ્રાપ્ત સંસ્થામાં કોચિંગ લેતા તાલીમાર્થીઓને 20,000 રુપિયા સુધીની સહાય મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ધોરણ 12માં 60થી વધુ ટકા અને પરિવારની આવક મર્યાદા 3 લાખ સુધીની હોવી જરુરી છે.

  • dy Cm nitin patel announced education-employment related schemes for non-reserved castes
    તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસિસને ચૂકવાશે નહીં

    સ્વરોજગાર લક્ષી યોજના

     

     

    સરકાર દ્વારા સવર્ણો માટે સ્વરોજગારલક્ષી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. સરકાર રિક્ષા, વાન જેવા સ્વરોજગારલક્ષી વાહનો ઉપરાંત દુકાન, ઓફિસ કરવા માટે 10 લાખ રુપિયાની પાંચ ટકા વ્યાજ લેખે સહાય કરશે. આ ઉપરાંત વ્યવસાય કરવા માંગતા સ્નાતક, વકીલ, એન્જિનિયરને પણ સરકાર પાંચ ટકાના વ્યાજ પર 10 લાખ સુધીની સહાય કરશે. જ્યારે મહિલાઓને 4 ટકાના વ્યાજે લોન આપવામાં આવશે


    તમામ યોજનાનો લાભ ઓનલાઇન રહેશે

     

     

    સરકારની યોજના અંગે નીતિનભાઇએ જણાવ્યું કે નિગમની એક કમિટી દ્વારા છ મહિનાથી વધુ સમયથી આ યોજનાઓ પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે.

     

    નીતિન ભાઇએ કહ્યું કે તમામ યોજના લાભ વિદ્યાર્થી સરળતાથી મેળવી શકે તે માટે તમામ પ્રક્રિયા ઓનલાઇન હશે. માત્ર એટલું જ નહીં તમામ સહાય વિદ્યાર્થીઓેને જ ચૂકવવામાં આવશે. સંસ્થા કે ટ્યૂશન ક્લાસિસને ચૂકવાશે નહીં. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ