તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયુર્વેદનો અભ્યાસ કરવા જાપાનના પ્રોફેસર ગુજરાતમાં સંસ્કૃતની પ્રાચીન હસ્તપ્રતોમાંથી માહિતી એકત્ર કરે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: કોઇ પણ દેશ જ્યારે આયુર્વેદ પર સંશોધન કરે ત્યારે તે ભારતને અવગણી શકે નહીં. જાપાનની ‘ક્યોટા ગક્યુન યુનિવર્સિટી’ દ્વારા આયુર્વેદ પર સંશોધન કરે છે. તેના ‘હિસ્ટ્રી ઓફ મેડિસિન’ વિભાગના પ્રોફેસર ડો. ત્સુટોમુ યામાસીટા ભારત આવ્યા છે. તેમણે અમદાવાદમાં રહેલી 15મી સદીની હસ્તપ્રતોનો અભ્યાસ શરૂ કર્યો છે. અાયુર્વેદની હસ્તપ્રતો પણ દેશના અલગ અલગ શહેરમાં ઉપલબ્ધ છે. અમદાવાદની ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનમાં અલગ અલગ વિષયની 14 હજાર હસ્તપ્રતો છે. જેમાં 50 હસ્તપ્રતો આયુર્વેદની છે. પ્રોફેસર ડો. ત્સુટોમુ યામાસીટા આયુર્વેદના સંશોધન માટે ભારત આવ્યા છે. તેમણે શનિવારે ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવનની મુલાકાત લીધી હતી. તેમણે ભો. જે વિદ્યાભવનના નિયામક ડો. રામજી સાવલિયા સાથે ચર્ચા કરી આયુર્વેદની માહિતી મે‌ળવી હતી.

 

પ્રાચીન ભારત હસ્તપ્રતોમાં સમૃદ્ધ છે

 

જેમાં તેમણે 7 હસ્તપ્રતોનો અભ્યાસ પણ કર્યો હતો.  આ તમામ હસ્તપ્રતો સંસ્કૃતમાં લખાયેલી છે.  જાપાની પ્રોફેસરે સંસ્કૃતમાં પીએચડી કર્યું છે. તેમણે આ મુલાકાત વિશે વાત તથા આયુર્વેદ વિશે વાત કરતા ડો. સાવલિયાને જણાવ્યું કે, ‘હસ્તપ્રતોમાં આરોગ્યનું વિજ્ઞાન છે. તેમજ પ્રાચીન ભારત હસ્તપ્રતોમાં સમૃદ્ધ છે. તેનો નવી ટેક્નોલોજી સાથે જોડી ઉપયોગ કરવો જોઇએ.’ તેઓને ભો. જે. ભવનમાં રહેલી હસ્તપ્રતોનો ખ્યાલ કેવી રીતે આવ્યો એ વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે દરેક સંસ્થાએ પોતાના ત્યાં રહેલી હસ્તપ્રતો વિશે ઓનલાઇન કેટલોગમાં મૂક્યા છે. જેથી ક્યાં શું છે તે મળી રહે છે. તે બાકીના શહેરની પણ મુલાકાત લેવાના છે.

 

ભોજે વિદ્યાભવનમાં 15મી સદીની પ્રત


ભો. જે. વિદ્યાભવનમાં 14 હજાર હસ્તપ્રતો છે. જેમાં 50 હસ્તપ્રત આયુર્વેદની છે. આ આયુર્વેદની હસ્તપ્રતોમાં સુશ્રુપ્ત મુનિ અને વાગ્કભટ્ટની હસ્તપ્રતોનો ઉપલબ્ધ છે. તેમજ અહીં 15મી સદીની આયુર્વેદની હસ્તપ્રતો પણ સંગ્રહાયેલી છે. જે સંસ્કૃતમાં લખાયેલી છે.