ગોંડલના ડેપ્યુટી કલેક્ટર રાયજાદાની ગુંડાગીરી સરકાર ફાળેવલી જમીન બાબતે શિક્ષકે રજુઆત કરતા ગાળો આપી

ગોંડલમાં 1982માં 18 શિક્ષકોને પ્લોટ અપાયા હતા, પરંતુ કબજો ન મળતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 10:13 AM
ડે. કલેકટર રાયજાદા
ડે. કલેકટર રાયજાદા

અમદાવાદ: ગોંડલમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલા પ્લોટ બાદ શિક્ષકોને તેનો ફિઝકલ કબજો નહી આપવા મામલે થયેલી રિટમાં ડે.કલેકટર દ્વારા હાઇકોર્ટના આદેશ બાદ પણ યોગ્ય દસ્તાવેજો નહી આપી અરજદારને ધમકી આપવામાં આવતા આ મામલે હાઇકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ થઇ છે. જેમાં હાઇકોર્ટે ડે.કલેકટરને નોટીસ પાઠવી છે.


આ કેસની વિગત એવી છેકે, જયદેવભાઇ જોષીએ એડવોકેટ દિપલ રવૈયા મારફતે હાઇકોર્ટ સમક્ષ કરેલી કન્ટેમ્પ્ટ પિટિશન અનુસાર રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રકમ ભરતા શિક્ષકોને પ્લોટ આપવાની યોજના 1982માં બનાવી હતી. તે હેઠળ 18 શિક્ષકોએ ગોંડલમાં પ્લોટ ફાળવવા માટે જરૂરી રકમ ભરી દીધી હતી. જોકે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જગ્યા પર ગેરકાયદેસર રીતે અન્ય વ્યક્તિઓએ કબજો જમાવ્યો હોવાથી શિક્ષકોએ તેમને જગ્યા ફાળવવા માટે માગ કરી હતી. જે બાબતે કોર્ટમાં કેસ પણ થયો હતો.


દરમ્યાન અરજદાર દ્વારા સરકાર પાસે તેમને ફાળવેલી જગ્યાને લગતી પંચનામા સહિતની વિગતો માંગી હતી. જે વિગતે નહી આપવામાં આવતા તેમણે હાઇકોર્ટમાં રિટ કરી હતી. હાઇકોર્ટે તમામ વિગતો આપી દેવા આદેશ આપ્યો હતો. જોકે તેમ છતાં પણ વિગતો નહી આપતા આખરે અરજદાર દ્વારા કન્ટમ્પ્ટ પિટિશન માટે અધિકારીના પુરા નામની વિગતો માંગતા ડે. કલેકટર રાયજાદા દ્વારા અરજદારને બોલાવી તેમને ધમકી આપી હતી. જેથી તેને અનુસંધાને કન્ટેમ્પ્ટ પિટિશન કરતા ચીફ જસ્ટિસની ખંડપીઠે ડે.કલેકટર સહિત અન્યોને નોટીસ પાઠવી કેસની વધુ સુનાવણી આગામી 22મી ઓક્ટોબર પર મુલત્વી રાખી છે.

X
ડે. કલેકટર રાયજાદાડે. કલેકટર રાયજાદા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App