તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થાની અવદશાઃ સાબરમતીમાં વિસર્જનની મંજૂરી ન મળતાં રિવરફ્રન્ટ પર દશામાની મૂર્તિઓનો ખડકલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ દશામાના જાગરણ પછી મૂર્તિઓનું વિસર્જન કરવાની પરંપરા છે. નદીનું પાણી પ્રદૂષિત ન થાય તે માટે મૂર્તિઓનું વિસર્જન નદીમાં કરવામાં દેવામાં આવ્યું ન હતું. શ્રદ્ધાળુઓ આ મૂર્તિઓ રિવરફ્રન્ટ પર જ મૂકીને જતા રહ્યા હતા. આ અંગે મેયર બિજલ પટેલ અને સ્ટેન્ડિંગના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, દશામાની મૂર્તિઓ મોટાભાગે ઈકોફ્રેન્ડલી હોય છે તેથી વિસર્જન માટે કુંડ બનાવવામાં આવતા નથી. પરંતુ સોમવારની સ્થિતિ જોયા પછી આગામી વર્ષથી દશામાની મૂર્તિઓના વિસર્જન માટે પણ કુંડ બનાવવામાં આવશે. દરમિયાન આસ્થા ભૂલી ગયેલા કેટલાક તત્ત્વો રિવરફ્રન્ટ પરથી મિનિ ટ્રકમાં આખી મૂર્તિઓ લઈ ગયા હતા. હવે આ મૂર્તિઓને આવતાં વર્ષે ફરીથી વેચવામાં આવશે. 2017માં 2 ઓગસ્ટે મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એ પછી 292 દિવસ બાદ પણ મૂર્તિઓ કચરામાં પડી રહી હતી.