તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Crimebranch Caught Cheater Gang Who Cheated Out A Businessman With Duplicate Diamond

અ'વાદઃ નકલી હિરા પધરાવી ગેંગનો પર્દાફાશ, કરી 30 લાખની છેતરપિંડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નકલી હિરા પધરાવી છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે 30 લાખના મુદ્દામાલ સાથે બે લોકોની ધરપકડ કરી છે. 

ક્રાઈમ બ્રાન્ચે 27 જૂનના રોજ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ન્યૂ સીજી રોડ પર આવેલા ઓનજીસી સર્કલ પાસેથી સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર પકડી હતી. જેમાં મુકેશ ઉકાજી ભાટી(ઉ.વ.46), રાધા બાબુભાઈ ધર્માજી સલાટ(ઉ.વ.65) મળી આવ્યા હતા. તેમની પાસેથી 30 લાખ રૂપિયા મળી આવતાને તેમની પૂછપરછ કરવામાં આવી હતી. 

 

(BJPના નારાજ ત્રણેય MLAને મનાવવા બે 'સિંહ' મંત્રીઓને સોંપ્યું ઓપરેશન)

 

વેપારીને અસલી હિરા બતાવી પધરાવ્યા નકલી ડાયમન્ડ

 

આ પૂછપરછ દરમિયાન આરોપીઓએ જણાવ્યું હતું કે, અમદાવાદના એક વેપારી પાસે તેમના સાગરિતો બે અસલી હિર લઈને ગયા હતા. ત્યાર બાદ તેમને દાસ્તાન સર્કલ પાસે બોલાવી નકલી હિરા પધરાવીને 30 લાખ રૂપિયા મેળવી લીધા હતા. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે આ બન્ને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી મુદ્દા માલ કબજે કર્યો હતો. આ બાબતે નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હોવાથી આરોપીઓને નરોડા પોલીસ સ્ટેશનને સોંપીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

 

આગળ જુઓ આરોપીઓ પાસેથી ઝડપાયેલા મુદ્દામાલના વધુ ફોટોઝ