તમે ટ્રાફિક નિયમો પાળશો તો અમે તમારું સન્માનકરીશું: CP

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: શહેરના ટ્રાફિકને લઇને હાઇકોર્ટની ઝાટકણી બાદ શહેર પોલીસ કમિશનરે કોર્ટમાં ટ્રાફિકની સ્થિતિ સુધારવાની બાંહેધરી આપી ટ્રાફિક ઝુંબેશ શરૂ કરી હતી. આ કામગીરીથી ખુશ થઇ બાપુનગર ડાયમંડ એસોસિએશન વિવેકાનંદના પ્રમુખ, તેના સભ્યો કમિશનરનું સન્માન કરવા શનિવારે ગયા હતા.


પોલીસ કમિશનરે કહ્યું કે, મેં તો મારી ફરજ પૂરી કરી છે. તમે તમારા કર્મીઓને ટ્રાફિકના નિયમનોનું પાલન કરતા શીખવશો તો હું તમારું સન્માન કરવા આવીશ.’ ડાયમંડ એસોસિએશન વિવેકાનંદના પ્રમુખ નરસિંહ પટેલ, સભ્યોએ પોલીસ કમિશનરની કામગીરીને બિરદાવવા પોલીસ કમિશનર ઓફિસ ગયા હતા. કમિશનરે તેમને કહ્યું કે, તમે તમારા રત્નકલાકારો જેની પાસે વાહનો છે તેમને પાર્કિંગ ક્યાં કરવું તેની સમજ આપો. તેમને ટ્રાફિક નિયમન માટે કટિબદ્ધ  બનાવો. ત્યારે હું ત્યાં આવી આપનું સન્માન કરીશ.’

અન્ય સમાચારો પણ છે...