અમદાવાદ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે છે, ત્યારે તેમણે ઈઝરાયેલમાં આવેલી અગ્રણી એગ્રો કંપનીની મુલાકાત લીધી હતી. સાથે જ રૂપાણીએ સિંચાઇ પદ્ધતિ અને ગ્રીન હાઉસ એગ્રો ટેક્નોલોજી માટે નેટાફિમની મુલાકાત લઈને ઇઝરાયેલની ખેતી, પાક અને સિંચાઇ ટેક્નિકસની વિગતો મેળવી હતી. ડિજિટલ ફાર્મિંગ પદ્ધતિ દ્વારા ગુજરાતના કૃષિ ક્ષેત્રે નવા આયામો સર્જીને ગુજરાતની કૃષિ અને કિસાનોના સર્વાંગી વિકાસ માટેની પ્રતિબદ્ધતા તેમણે વ્યક્ત કરી હતી. સાથે જ ઇઝરાયેલ ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે
ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ
ઇઝરાયેલ ગુજરાતને ડિજિટલ ફાર્મિંગ માટેના 100 યુનિટ ભેટ આપશે. વિજય રૂપાણીની ઇઝરાયેલની સિંચાઇ અને ગ્રીન હાઉસ ટેક્નોલોજી તથા ડિજિટલ ફાર્મિંગ ક્ષેત્રની અગ્રગણ્ય કંપની netfimના સીઈઓ રન મૈદનની મુલાકાતમાં તેમણે આ ભેટ આપવાની જાહેરાત કરી હતી. સાથે જ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઇઝરાયેલની આ ડિજિટલ ફાર્મિંગ ભેટ ગુજરાતના કૃષિ ક્ષેત્રમાં ગેમ ચેન્જર અને ભવિષ્યમાં ગુજરાતને ડિજિટલ એગ્રિકલ્ચર તરફ લઈ જવામાં મહત્વનું કદમ બનશે.
અમદાવાદ: સોનલ અંબાણીના સ્કલ્પચરની આજે લંડનમાં હરાજી
રૂપાણીએ વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની લીધી હતી મુલાકાત
મુખ્યમંત્રી વિજય રૂપાણી બુધવારે ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં પહોંચતા તેમનું શાનદાર સ્વાગત કરાયું હતું. મુખ્યમંત્રીએ ઇઝરાયલના સૌથી મોટા શેફેડના ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ ઇઝરાયલમાં વોટર મેનેજમેન્ટ ક્ષેત્રે નેશનલ લેવલે અગ્રેસર મેકોરેટના સંચાલકો, પદાધિકારીઓ સાથે વોટર મેનેજમેન્ટ ટેકનોલોજિઝ વિષયક પરામર્શ કર્યો હતો.
આગળની સ્લાઈડ્સમાં જુઓ રૂપાણીના ઈઝરાયેલ પ્રવાસની તસવીરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.