Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » cm vijay rupani participates in swachhta hi seva movement

મુખ્યમંત્રી રૂપાણીએ ઉપાડ્યું ઝાડું, VS હોસ્પિટલના પ્રાંગણમાંથી દૂર કરી ગંદકી

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 01:53 PM

150મી ગાંધી જયંતિ નિમિત્તે 2 ઓક્ટોબર સુધી દેશભરમાં 'સ્વચ્છતા એજ સેવા'નું અભિયાન ચાલશે

  • cm vijay rupani participates in swachhta hi seva movement
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વયં શ્રમદાન કરીને સફાઈ કરી

    અમદાવાદઃ હાલ દેશભરમાં 'સ્વચ્છતા એજ સેવા'નું અભિયાન ચાલી રહ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદની વી.એસ હોસ્પિટલના પ્રાંગણમાં સ્વયં શ્રમદાન કરીને સફાઈ કરી હતી. તેમણે સૌ નાગરિકોને પોતાના ઘરનું આંગણું સાફ અને ચોખ્ખું રાખીને સ્વચ્છતાથી સ્વસ્થતા માટે પ્રેરિત થવા માટે આહવાન કર્યું હતું.

    વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા એજ સેવાના ધ્યેય સાથે સફાઈ માટે જન જાગૃતિ જગાવી

    આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધી આજીવન સ્વચ્છતાના ચુસ્ત આગ્રહી રહ્યા અને તેમના આ સંકલ્પને પાર પાડવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ 15 સપ્ટેમ્બરથી આગામી ગાંધી જયંતિ 2 ઓક્ટોબર પૂજ્ય બાપુની 150મી જન્મ જયંતિ વર્ષે દેશભરમાં સ્વચ્છતા એજ સેવાના ધ્યેય સાથે સફાઈ માટે જન જાગૃતિ જગાવી છે.

    ક્લિન ગુજરાતથી હેલ્ધી ગુજરાતનો મંત્ર આપ્યો


    તેમણે આગળ કહ્યું કે, આ અભિયાનથી વિશ્વમાં ભારતની છબિ એક સ્વચ્છ અને સ્વસ્થ દેશની બનશે અને ગંદા ગોબરા દેશની જે માન્યતા છે તે દૂર થશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રીએ ક્લિન ગુજરાતથી હેલ્ધી ગુજરાતનો મંત્ર આપ્યો હતો.તેમણે આ અભિયાનમાં સ્વૈચ્છિક સઁસ્થાઓ સામાજિક આગેવાનો મહા નગર ગપાલિકાઓ નગર પાલિકાઓ અને હરેક નાગરિક દરરોજ સ્વચ્છતા સફાઈ માટે 1 કલાક ફાળવે તો ગુજરાત આગામી ગાંધી જયંતિ પહેલા અવશ્ય સ્વચ્છ સ્વસ્થ રાજ્ય બની જશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો.

    (અમદાવાદના PIએ નશામાં ધુત બની કર્યા ગંદા ઇશારા, મહિલા પત્રકારે 20 KM સુધી પીછો કરી આંતર્યા)

  • cm vijay rupani participates in swachhta hi seva movement
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    મુખ્યમંત્રીએ સૌ નાગરિકોને પોતાના ઘરનું આંગણું સાફ અને ચોખ્ખું રાખીને સ્વચ્છતાથી સ્વસ્થતા માટે પ્રેરિત થવા માટે આહવાન કર્યું
  • cm vijay rupani participates in swachhta hi seva movement
    આ અભિયાનથી વિશ્વમાં ભારતની છબિ એક સ્વચ્છ અને સ્વસ્થ દેશની બનશે: મુખ્યમંત્રી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ