ગુજરાતમાં 2021 સુધીમાં 7 હજાર કરોડના રોકાણો લાવવાની નેમઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી

ગુજરાતમાં 2021 સુધીમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવાની નેમઃ મુખ્યમંત્રી

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 05:15 PM
ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં 40 ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશેઃ રૂપાણી
ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં 40 ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશેઃ રૂપાણી

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટ-2018નો પ્રારંભ કરાવ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમિમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જ છે, પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીયુકત પરિવર્તન લાવવાની ક્ષમતા સ્ટાર્ટઅપ્સમાં છે. ગુજરાતમાં 2021 સુધીમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવાની અને 7 હજાર કરોડના રોકાણો લાવવાની નેમ છે. યુવાશકિત સ્ટાર્ટઅપથી જોબ સીકરમાંથી જોબ ગીવર બની છે. ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું અગ્રીમ રાજ્ય છે.

(નારાજગીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના 'રાજધર્મ' મુદ્દે ગુજરાતમાં ફરી એકવાર 2002નું પુનરાવર્તન?)

40 ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારત યુવા દેશ છે અને આ ડેમોગ્રાફિક ડીવિડન્ડ જ સ્ટાર્ટઅપ ક્રાંતિ લાવી દેશને વિશ્વગુરૂ બનાવશે.સમગ્ર વિશ્વમાં કંઇને કંઇ નવું કરવાની તમન્ના, ધગશ સાથે આવેલા યુવા સ્ટાર્ટઅપ અને ટેકનોલોજી ક્ષેત્રના નવોન્મેષી યુવાઓ સાથે વૈચારિક આદાન-પ્રદાનથી ભારતને સ્ટાર્ટઅપ ઇનોવેશન્સ અને ટેકનોલોજીમાં અવ્વલ બનાવવાનું નેતૃત્વ આ યુવાશકિત લે. ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં 40 ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશે. માત્ર એટલું જ નહી, લોકોની ડે-ટૂ-ડે ચેલેન્જીસના ઉપાયો માટે પણ આ ઇવેન્ટમાં ટેકનોલોજીના વિનિયોગ અંગે વિચાર મંથન થશે.

આગળ જાણો 20 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે 50 બિલિયન US ડોલરની કુલ માર્કેટ વેલ્યુંનું સર્જન કર્યું

આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમિમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જઃ મુખ્યમંત્રી
આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમિમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જઃ મુખ્યમંત્રી

મુખ્યમંત્રીએ વડાપ્રધાને આપેલી સ્ટાર્ટઅપ ઇનિશ્યેટીવ્સની ભૂમિકા આપી


મુખ્યમંત્રીએ વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ત્રણ વિષયો પર ફોકસ કરીને સ્ટાર્ટઅપ ઇનિશ્યેટીવ્સનો પ્રારંભ કરાવ્યો હતો તેની ભૂમિકા આપી હતી. 

 સિમ્પલીફીકેશન એન્ડ હેન્ડ હોલ્ડીંગ, ફંડીંગ સપોર્ટ એન્ડ ઇન્સેટીવ્ઝ તેમજ ઇન્ડસ્ટ્રી એકેડેમિક પાર્ટનરશિપ એન્ડ ઇન્કયુબેશનના આ ફોકસ સેકટરને પરિણામે ભારતમાં યુવા સ્ટાર્ટઅપ માટે રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાના અવસર મળ્યા છે.

ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છે
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છે

20 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે 50 બિલિયન USડોલરની કુલ માર્કેટ વેલ્યુંનું સર્જન કર્યું

 

 

રૂપાણીએ આગળ કહ્યું કે, આપણી પરંપરા મુજબની ચાલી આવતી પ્રક્રિયાઓમાં સમયાનુકુલ ટેકનોલોજીના ઉપયોગથી પરિવર્તન અને બદલાવ લાવવામાં સ્ટાર્ટઅપ મહત્વપૂર્ણ બની રહેશે. ભારતમાં આજે અંદાજે 20 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સે 50 બિલિયન યુ.એસ.ડોલરની કુલ માર્કેટ વેલ્યુંનું સર્જન કર્યું છે. ગુજરાતે 184 સ્ટાર્ટઅપને માન્યતા આપી છે અને રાજ્ય સરકાર તરફથી ફંડ આપ્યું છે. 2021 સુધીમાં રાજ્યમાં બે હજાર નવા સાહસ પ્રમોટ કરવા અને 7 હજાર કરોડ રૂપિયાના રોકાણોનો લક્ષ્યાંક રાખ્યો છે.


ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છે તેનું ગૌરવ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની 60 થી વધુ યુનિવર્સિટી, 1 હજારથી વધારે શૈક્ષણિક સંસ્થાન અને લાખો વિદ્યાર્થીઓને પોલિસીનો લાભ આપવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. 

X
ભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં 40 ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશેઃ રૂપાણીભારતની આ સૌથી મોટી સ્ટાર્ટઅપ એન્ડ ટેકનોલોજી સમિટમાં 40 ગ્લોબલ લીડર્સ દ્વારા ભવિષ્યનું માર્ગદર્શન મળશેઃ રૂપાણી
આજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમિમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જઃ મુખ્યમંત્રીઆજની યુવાશકિત પોતાના આગવા ઇનોવેશન્સ-સ્ટાર્ટઅપથી ગુજરાતની વાયબ્રન્ટ ઇકોનોમિમાં સહભાગી થવા સંપૂર્ણ સજ્જઃ મુખ્યમંત્રી
ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છેગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી જાહેર કરનારૂં દેશનું પહેલું રાજ્ય છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App