અમદાવાદઃ CM રૂપાણી અને નીતિનભાઈ પટેલે ભગવાન જગન્નાથના દર્શન કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે 141 મી જગન્નાથ રથયાત્રાની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં જગન્નાથ મંદિરમાં ભકિતભાવ પૂર્વક આરતી અને દર્શન કર્યા હતા.તેમણે મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે બેઠક કરીને યાત્રાની વિગતો મેળવી હતી. વિજયભાઈ રૂપાણીએ આ અવસરે જણાવ્યું કે ભગવાન જગન્નાથ લોકોનાં દેવ છે અને લોકોના હાલચાલ જાણવાં અને દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજીને નગરયાત્રાએ નીકળે છે એ આપણી પરંપરા રહી છે. લોકો પણ આ યાત્રામાં સાથે મળીને જોડાય છે. 

 

સુખ સમૃદ્ધિ અને વિકાસથી ગુજરાત અડીખમ રહે તેવી પ્રાર્થના


તેમણે જણાવ્યું કે ભગવાન જગન્નાથની કૃપાથી રાજ્યમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. સૌ સમાજ વર્ગોના સુખ સમૃદ્ધિ અને વિકાસથી ગુજરાત અડીખમ રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ કુમાર ઠાકોર, પ્રદીપસિંહ જાડેજા તેમજ મેયર બીજલ પટેલ અમદાવાદના ધારાસભ્યો અને મહાપાલિકાના પદાધિકારીઓ આ વેળાએ જોડાયા હતા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર વહીવટી તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રાજ્ય સ્તરે ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવાયો છે. NDRFની 15 ટિમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અસરગ્રસ્ત જિલ્લામાં પણ કલેક્ટરોએ કન્ટ્રોલ રૂમ શરૂ કર્યા છે.વરસાદની કોઇ વિપરીત અસર ન થાય નુકસાન ન થાય એ માટે સમગ્ર તંત્ર હાઈ એલર્ટ છે.

 

રથયાત્રાના રૂટ પર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ


ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના વિકાસની સાથે-સાથે રાષ્ટ્ર-વિરોધી તત્વો દ્વારા ડ્રાનનો એક હથિયાર તરીકે ઉપયોગ શકે છે. જે સંદર્ભે સીએમ વિજય રૂપાણીએ ડ્રાન દ્વારા શક્ય જોખમે ટાળી શકાય તેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ આ રથયાત્રા દરમિયાન કરવાનો નિર્ણય કર્યો છે. રથયાત્રામાં રથની સાથે ચાલતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઇઝરાયલ એક કંપની દ્વારા બનાવવામાં આવેલા ડ્રોન ગાર્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે.

ડ્રોન ગાર્ડ ટાર્ગેટને શોધી મેપ ઉપર વિઝ્યુલાઇઝેશન દર્શાવશે


આધુનિક રડાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સિસ્ટમ ડ્રાન સહિતના લૉ-ફ્લાઇંગ ઓબ્જેક્ટને શોધી કાઢવામાં સક્ષમ છે. ડ્રોન ગાર્ડના મલ્ટીપલ સેન્સરના ઉપયોગથી ઓછી ઊંચાઇએ ઉડતા ટાર્ગેટને શોધી તેનું મેપ ઉપર વિઝ્યુલાઇઝેશન દર્શાવે છે અને મોબાઇલ એલર્ટ ઉત્પન્ન કરે છે. જેથી જોથમી ડ્રોન ફ્લાઇંગને અટકાવી શકાય. આ સિસ્ટમ અડેપ્ટીવ જામીંગ સિસ્ટમથી સજ્જ છે. ડીટેક્શન અને આઇડેન્ટીફિકેશન સેન્સર સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે ઓપરેટ કરી શકાય છે. જામીંગએ ડ્રોનને પોતાના પોઇનટ ઓફ ઓરીજીન (મૂળ સ્થળ) તરફ પરત કરીને અથવા ક્રેશ-લેન્ડીંગ કરાવીને ડ્રોન-ફ્લાઇટ અટકાવી દે છે. રાજ્યની આંતરિક સુરક્ષા માટે આ પ્રકારની આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...