જાણો ચીફ મિનિસ્ટરના ‘હોમ’ મિનિસ્ટર અંજલિ રૂપાણી અંગત જિંદગીના રહસ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અમદાવાદની પોળમાં ઉત્તરાયણ કરવા આવેલા તેમના પત્ની અંજલિ રૂપાણી સાથે સિટી ભાસ્કરે ખાસ મુલાકાત કરી. જેમાં તેમણે પોતાના અને વિજયભાઈના શોખથી માંડીને ઘરના વાતાવરણ અને સેલિબ્રેશન સુધીની વિવિધ બાબતો અંગે ખુલ્લા દિલે વાત-ચીત કરી. એ વાત-ચીતના અંશો અહીં પ્રસ્તુત છે.

 

ચીફ મિનિસ્ટરના ‘હોમ’ મિનિસ્ટર ખોલે છે તેમની અંગત જિંદગીના કેટલાક અજાણ્યા રહસ્યો


Q.વિજયભાઈ ઘરે હોય ત્યારે કેવો માહૌલ હોય છે?

સવારે તેઓ ઘરે હોય ત્યારે અમે બધા સાથે બ્રેકફાસ્ટ કરીને છૂટા પડીએ. પછી તેમનુ બપોરનું જમવાનુ નક્કી ન હોય. પછી રાતના ભોજન માટે બધા સાથે ભેગા થઈએ.

 

Q.વિજયભાઈને તમારા હાથની કઈ ડિશ વધારે ભાવે છે?

આમ તો એમને મારા હાથની ઘણી બધી ડિશ પ્રિય છે પણ મારા હાથની અળદની દાળ, રોટલા અને ચોળાનું શાક તેમને બહુ ભાવે.

 

Q. CM હોવાના કારણે વિજયભાઈની લાઈફ બહુ સ્ટ્રેસફૂલ રહેતી હશે. રિલેક્સ થવા તેઓ શું કરતા હોય છે?
અમે બંન્ને સાથે બેસીને જૂના ગીતો સાંભળીયએ છીએ.

 

Q.તમારા અને વિજયભાઈના ફેવરિટ સિંગર્સ કોણ છે?
તલત મહેમુદ, સહેગલ, મહંમદ રફી અને હેમંત કુમાર.

 

Q. સોશિયલ લાઈફમાં તમે કઈ એક્ટિવિટીઝ કરો છો?
અમારા પુજીત રૂપાણી ટ્રસ્ટમાં અમે સ્ટ્રીટના બાળકો, કચરો વિણતી મહિલાઓ સહિત બાળકો-મહિલાઓ માટે 10થી 12 પ્રોજેક્ટ્સ ચલાવીએ છીએ.

 

Q.તમે ક્યારેય એવું વિચારેલુ કે તમારા નાથ, ગુજરાતના નાથ બનશે?
અમે બંન્ને કાર્યકર્તા છીએ અને એક કાર્યકર્તા તરીકે પાર્ટી જે કંઈ પણ નક્કી કરે તે સર માથા પર હોય છે.

 

Q. લગ્ન પછી જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા?
હું બાળપણથી જ પોલિટિકલ બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલી છું. કારણ કે, મારા માતા-પિતા પણ સંઘના સ્વયંસેવક હતા. મારા ઘરમાં પહેલાથી જ આવું વાતાવરણ હોવાથી લગ્ન પછી પણ કંઈ ખાસ પરિવર્તન નથી આવ્યુ.

 

Q.તમારા બાળકો સાથેની કોઈ એવી મેમરી જણાવો, જે તમે શેર કરવા ઈચ્છતા હોવ.
મારા બાળકો સામાન્ય બાળકોની જેમ મોટા નથી થયા, આમ છતાં  ખુબ ડાહ્યાં છે. બંન્ને સમજે છે કે મમ્પી-પપ્પા આ ફિલ્ડમાં છે એટલે અમને સમય ઓછો આપશે.

 

Q.તમારી એમના પ્રત્યેની કોઈ એક્સપેક્ટેશન્સ?
મેં આઈએએસની એક્ઝામ આપી હતી અને તેમાં પણ પ્રિલિમનરી પાસ કરી હતી એટલે પહેલા અપેક્ષા હતી કે મારું સપનુ મારી દીકરી પૂર્ણ કરે. પણ તેને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવું હતું એટલે તેણે એ ફિલ્ડ સિલેક્ટ કર્યુ. મને ખુશી છે કે તે એ ફિલ્ડમાં પણ આગળ છે.

 

Q. દીકરા ઋષભ માટે કેવી વહુ ઈચ્છો છો?
જે એને ગમે એવી.

 

Q.મહિલાઓને વુમન એમ્પાવરમેન્ટ માટે કોઈ સંદેશ ?
વડાપ્રધાન મોદીજીએ ‘બેટી બચાવો, બેટી પઢાવો’નું સુત્ર આપ્યુ છે. મારું માનવું છે કે દીકરીઓને ભણાવવી જ જોઈએ. હું માનુ છું કે દીકરીઓએ ભણીને રાષ્ટ્રની સેવામાં સમર્પિત થવું જોઈએ. પ્રાચીન કાળથી સીતા, અહલ્યાબાઈ, ગાર્ગી, મૈત્રી, લક્ષ્મીબાઈ જેવી સ્ત્રીઓએ માતૃત્વ, પ્રકૃત્વ અને નેતૃત્વ થકી આપણી સંસ્કૃતિમાં સારું એવું યોગદાન આપ્યુ છે.

 

Q.તમે કેટલા ફિટનેસ ફ્રિક છો?
હું દરરોજ યોગ અને પ્રાણાયામ કરું છું. મારે બધાને કહેવું છે કે દરરોજ યોગ કરવા જોઈએ.

 

Q. CMના પત્ની તરીકે ક્યારેય નોર્મલ લાઈફ મિસ કરો?
ના. હું નોર્મલ લાઈફ જ જીવું છું. સામાન્ય મહિલાઓ અને મોર્ચાની મહિલાઓ સાથે જ હરુ-ફરુ છું.

 

Q.તમારું ફેવરિટ હોલિડે ડેસ્ટિનેશન કયુ?
મને વિદેશ કરતા ઈન્ડિયામાં ટ્રાવેલ કરવું વધારે પસંદ છે. મને મસુરી અને સાસણ ફરવાનુ બહુ ગમે.

 

Q. તમને કયા કયા શોખ છે?
પતંગ ચગાવવી બહુ ગમે. સોશિયલ સર્વિસિઝ વિશે વાંચવુ પણ ખુબ ગમે અને ટ્રાવેલ પણ પસંદ છે.

 

Q.વિજયભાઈની કઈ ક્વોલિટીઝના કારણે તેઓ તમને એક મુખ્યમંત્રી તરીકે અને પતિ તરીકે પસંદ છે?
તેઓ ખુબ જ શાંત, સૌમ્ય અને સરળ છે. મને તેમની આ ત્રણેય ક્વોલિટીઝ ખુબ ગમે છે.

અન્ય સમાચારો પણ છે...