લોકસભા / વિધાનસભાની ટિકિટ મેળવવાની લ્હાયમાં લોકસભાના ઉમેદવારોને જીતાડવા દાવેદારો કામે લાગ્યા

divyabhaskar.com | Updated - Apr 16, 2019, 02:53 PM
ડાબેથી શંકર ચૌધરી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર
ડાબેથી શંકર ચૌધરી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર

  • ભાજપે 4 અને કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે
  • શંકર ચૌધરીથી લઈ હાર્દિક પટેલ પેટાચૂંટણી લડવા માટે તત્પર


અમદાવાદઃ આ લોકસભા ચૂંટણીમાં ભાજપે 4 અને કોંગ્રેસે 8 ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપી છે. જેને પગલે આ 12 ધારાસભ્યોમાંથી જે ઉમેદવાર વિજેતા બનશે, તેની વિધાનસભાની પેટાચૂંટણી યોજાશે. આમ વિધાનસભા સીટ ખાલી પડે તો ટિકિટ મેળવવા માટે અત્યારથી જ લોબિંગ શરૂ થઈ ગયું છે અને જે તે વિધાનસભા મતવિસ્તારના દાવેદારો વર્તમાન ધારાસભ્યને સાંસદ બનાવવા માટે મેદાને પડ્યા છે. જેમાં સૌથી પહેલું નામ પૂર્વમંત્રી શંકર ચૌધરીનું છે. હાલ બનાસકાંઠા બેઠક પર થરાદના ધારાસભ્ય અને મંત્રી એવા પરબત પટેલ ચૂંટણી લડી રહ્યા છે. જેથી શંકર ચૌધરી પરબત પટેલને ચૂંટણી જીતાડવા ખૂબ મહેનત કરી રહ્યા છે. આમ શંકર ચૌધરી થરાદ વિધાનસભાની પેટાચૂંટણી લડી વિધાનસભામાં જવાના સપનાં જોવા લાગ્યા છે. જ્યારે હાર્દિક પટેલ પણ અમરેલી વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે તત્પર છે.

દાવેદારોને ટિકિટ અપાવવા ભલામણ કરવા ઉમેદવારનો વાયદો
માત્ર એટલું જ નહીં, શંકર ચૌધરી ઠાકોર નેતા અને કોંગ્રેસ છોડી ચૂકેલા અલ્પેશ ઠાકોર સાથે હાથ મિલાવી આ બેઠક પર ઠાકોર મતદારોને ભાજપમાં લાવવા ખેલ પણ પાડી દીધો છે. તો બીજી તરફ લોકસભા બેઠકના ઉમેદવારો પણ તકનો લાભ લઈ દાવેદારોને ટિકિટ અપાવવા ભલામણ કરવાનું વચન આપી દિલ્હી જવાનો રસ્તો સરળ બનાવી રહ્યા છે.

ધાનાણીના વિજય માટે હાર્દિક ઉત્સુક
અમરેલી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી અમરેલી લોકસભા લડી રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, જો ધાનાણી લોકસભા ચૂંટણી જીતી જાય તો અમરેલી વિધાનસભાની પેટાચૂંટણી લડવા માટે હાર્દિક પટેલ ઉત્સુક છે. વિસનગર કેસમાં થયેલી સજાને કારણે લોકસભા ન લડી શકેલો હાર્દિક વિધાનસભાની પેટાચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, 6 મહિનામાં હાર્દિકના કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ જવાની પુરી શક્યતા છે.

લોકસભા લડી રહેલા ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો

બેઠક ઉમેદવાર
પાટણ ભરતસિંહ ડાભી(ભાજપ)
પંચમહાલ રતનસિંહ રાઠોડ(ભાજપ)
વલસાડ જીતુ ચૌધરી(કોંગ્રેસ)
પોરબંદર લલિત વસોયા(કોંગ્રેસ)
જૂનાગઢ પૂંજાભાઈ વંશ(કોંગ્રેસ)
રાજકોટ લલિત કગથરા(કોંગ્રેસ)
અમરેલી પરેશ ધાનાણી(કોંગ્રેસ)
ગાંધીનગર સી.જે.ચાવડા(કોંગ્રેસ)
સુરેન્દ્રનગર સોમા ગાંડા પટેલ(કોંગ્રેસ)
બનાસકાંઠા પરબત પટેલ(ભાજપ)
અમદાવાદ(ઈસ્ટ) એચ.એસ.પટેલ(ભાજપ)
સાબરકાંઠા રાજેન્દ્રસિંહ ઠાકોર(કોંગ્રેસ)

X
ડાબેથી શંકર ચૌધરી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીરડાબેથી શંકર ચૌધરી અને હાર્દિક પટેલની ફાઈલ તસવીર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App