• Gujarati News
  • National
  • ઈઝરાયેલમાં CM રૂપાણી, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની લેશે મુલાકાત | Gujarat Chief Minister Vijay Rupani Arrives In Israel On 6 day Visit

ઈઝરાયેલમાં CM રૂપાણી, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની લેશે મુલાકાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી 6 દિવસ માટે ઈઝરાયેલના પ્રવાસે પહોંચી ગયા છે. મુખ્યપ્રધાન આજે પોતાના પ્રતિનિધિ મંડળ સાથે ઈઝરાયેલના તેલ અવીવ ખાતે પહોંચ્યા હતા. મુખ્યપ્રધાનનું તેલ અવીવ એરપોર્ટ પર ઈઝરાયેલના મુંબઈ સ્થિત કાઉન્સીલ જનરલ યા આકોવ ફિનકેસ્ટેલિન અને ઈઝરાયેલના ભારતીય રાજદૂતાવાસના ડેપ્યુટી ચીફ મિશન અંજુ કુમારે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. મુખ્યપ્રધાન આજે પોતાના ઈઝરાયેલ પ્રવાસના પ્રથમ દિવસે ગુજરાત પ્રતિનિધિ મંડળ સાથે શફાદાનની ધી ડેન રિજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેશે.

 

(CM અને DY.CM વચ્ચે વધ્યું અંતર, નીતિનભાઈને ન સોંપ્યો CMનો ચાર્જ)

 

ઈઝરાયેલના કૃષિ મંત્રી સાથે કરશે મુલાકાત

 

આ ઉપરાંત તેઓ હિસ્ટીલ ખાતે એગ્રીકલ્ચર પ્રોડક્ટ નામની કંપની એમપ્રેસટની મુલાકાત લેશે. ત્યારબાદ રૂપાણી આજે સાંજે ઈઝરાયેલના કૃષિ મંત્રી  ઉરી એરિયલ સાથે પણ બેઠક કરશે.

 

મુખ્યપ્રધાન વિજય રૂપાણી ઈઝરાયેલમાં 6 દિવસનું રોકાણ કરશે. આ પ્રવાસ દરમિયાન તેઓ ટેકનોલોજીને લઈને ઈઝરાયેલ અને ગુજરાત સરકાર વચ્ચે કરારો કરશે. મુખ્યપ્રધાન રૂપાણી સાથે સરકારી અને બિઝનેસ ડેલિગેશન પણ ઈઝરાયેલના પ્રવાસે છે.

 

આગળ જુઓ રૂપાણીના ઈઝરાયેલ પ્રવાસના વધુ ફોટોઝ