Divya Bhaskar

Home » Madhya Gujarat » Latest News » Ahmedabad City » Chief Minister formed 11-member committee to reduce air pollution in Ahmedabad

અમદાવાદમાં એર પોલ્યુશન ઘટાડવા મુખ્યમંત્રીએ 11 સભ્યોની સમિતિની રચના કરી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:22 AM

મુખ્યસચિવની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે

  • Chief Minister formed 11-member committee to reduce air pollution in Ahmedabad

    અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં એરપોલ્યુશનનના કારણોજાણી અને તેને નિયંત્રણમાં લેવા તથા પિરાણાના કચરના ઢગલાની સમસ્યા અંગે અભ્યાસ કરવા 11 સભ્યોની ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે.

    પિરાણામાંથી કચરાના નિકાલને અગ્રતા અપાઈ

    અમદાવાદમાં એરપોલ્યુશન વધવાને કારણે, વહેલી સવારે અને રાત્રે વિઝીબીલીટી સહિતની પણ સમસ્યા સર્જાઇ હતી. તેમજ પિરાણા ડમ્પીંગ સાઇટની આસપાસના વિસ્તારના રહેલા લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોવાનું ધ્યાન પર આવ્યું હતું. વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્યસચિવની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં ઉર્જા અને પેટ્રોકેમીલ વિભાગના અગ્રસચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ, મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરા અને વાહન વ્યવહાર કમિશ્નરનો સમાવેશ કરાયો છે.


    રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. 5 જુનના રોજ વિશ્વ પર્યાવરણ દિન નિમીત્તે અમદાવાદમાં પોલ્યુશનના પ્રમાણમાં થઇ રહેલા વધારા તેમજ મ્યુનિ. કોર્પોરેશન નાગરીકો માટે સમસ્યા રૂપ બની રહેલા પિરાણા ડમ્પ સાઇટના કચરાના ઢગલાનો કઇ રીતે નિકાલ કરવા તે અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેના ભાગરુપે નાગરીકોને સ્વચ્છ પર્યાવરણ પુરૂ પાડવાની નેમ સાથે આ કમિટિની રચના કરવામાં આવી છે.


    આ કમિટીના અન્ય સભ્યોમાં અર્બન ટ્રાન્સપોર્ટના નિષ્ણાંત શિવાનંદ સ્વામી, એલ.ડી. એન્જીનીનયરીંગ કોલેજના પ્રોફેસર જી.એસ. બન, વન અને પર્યાવરણ વિભાગના ડીરેક્ટર, એલ.ડી. એન્જીનીયરીંગ કોલેજના નિવૃત્ત પ્રોફેસર જે.એન. જોષી, ગુજરાત ક્લીનર પ્રોડક્ટશનના ડો. ભરત જૈનની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડના સભ્ય સચિવ આ ઉચ્ચ સ્તરીય કમિટિના કન્વીનર રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending