અ'વાદમાં GSTના આસિ.કમિ.ની દારૂ પી દાદાગીરી, પત્ની સાથે મળી પોલીસનો કોલર પકડી ભાંડી ગાળો

કોલર પકડીને બટન તોડી નાંખી ઝપાઝપી કરી કહ્યું કે, તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી

divyabhaskar.com | Updated - Oct 11, 2018, 05:26 PM

અમદાવાદઃ શહેરમાં અવાર-નવાર વગદારોની દાદાગીરી સામે આવતી રહે છે. પૈસાદાર લોકોને પોલીસનો ડર રહ્યો નથી. ગઈકાલે રાત્રે પણ એક આવી જ ઘટના બની છે. વસ્ત્રાપુરની સુચી બિલ્ડિંગમાં રહેતા અને સેન્ટ્રલ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનર રાજેશ ચંદ્રરૂપસિંહ દહીયાએ તેમના પત્ની તથા ડ્રાઈવર મુદ્દસરે રાતના ત્રણ વાગ્યે અમારી ગાડી(ડસ્ટર- MH02 CZ0049) રોકવાની હિંમત કેમ થઈ તેમ કહી પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડના જવાનો સાથે ગાળાગાળી કરી હતી. માત્ર એટલું જ નહીં, તેમની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. આ દરમિયાન રાજેશ દહિયા અને તેમના પત્ની નશાની હાલતમાં જોવા મળ્યા હતા. ત્યાર બાદ આજે રાજેશ દહિયા અને તેમના પત્નીની ધરપકડ કરવામાં આવી હતી.

(હિંમતનગરના ભાજપી MLA બોલ્યા-ફેક્ટરીઓમાં કેટલા સ્થાનિક-પરપ્રાંતીયો છે તેનો સર્વે કરાવું છું)


વર્દીનો કોલર પકડી બટન તોડી કહ્યું-તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી

આ અંગે વિગતે વાત કરીએ તો ફરિયાદી અને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વેલજીભાઈ ગોપાલ ભાઈ મુજબ, 10 ઓક્ટોબરના રોજ રાતના 8થી 12 અને 11 ઓક્ટોબરે 12થી સવારના આઠવાગ્યા સુધી હું અને મારા હોમગાર્ડ સાથીઓ એવા મેહુલ પરેશ ભાઈ, અહેમદ ખાન રસુલખાન અને આમીર હૈદર ફરજ પર હાજર હતા. આ દરમિયાન રાતના સવા ત્રણ વાગ્યે નારોલ સર્કલ તરફથી ડસ્ટર કાર આવી રહી હતી, તેને ટોર્ચ મારીને શાસ્ત્રી બ્રિજના છેડાની ચેકપોસ્ટ પર ચેક કરવા માટે રોકી હતી. આ સમયે અંદર બેઠેલા માણસો એવા રાજેશ દહીયા તેમના પત્ની અને ડ્રાઈવરે નીચે ઉતરીને ત્રણેય વ્યક્તિએ ફરજ દરમિયાન બોલાચાલી કરી અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ એમ કહી અમારી સાથે ગાળો બોલવા લાગ્યા હતા અને અમારી વર્દીનો કોલર પકડીને બટન તોડી નાંખી ઝપાઝપી કરી કહ્યું કે, તે અમારી ગાડી રોકવાની હીંમત કેમ કરી.

(નારાજગીઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીના 'રાજધર્મ' મુદ્દે ગુજરાતમાં ફરી એકવાર 2002નું પુનરાવર્તન?)

ત્રણેય આરોપી સામે નોંધાયો ગુનો

ત્યાર બાદ અમે હોમગાર્ડના અને નારોલ પોલીસ સ્ટેશનના સ્ટાફને મદદે બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવે તે પહેલા આ ત્રણેય વ્યક્તિઓ ડસ્ટર ગાડી લઈને નાસી છૂટ્યા હતા. આ તમામની અંગજડતી કરતા કોઈ ગુનાહીત ચીજ વસ્તુ મળી આવી નથી. આ તમામ વ્યક્તિઓ સામે ભારતીય દંડ સંહિતાની ધારા 332, 294(ખ), 186 અને 114 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

રાજેશ દહીયા તેમના પત્ની અને ડ્રાઈવરે નીચે ઉતરીને ત્રણેય વ્યક્તિએ ફરજ દરમિયાન બોલાચાલી કરી અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ એમ કહી પોલીસ અને હોમગાર્ડ્સને ગાળો આપી
રાજેશ દહીયા તેમના પત્ની અને ડ્રાઈવરે નીચે ઉતરીને ત્રણેય વ્યક્તિએ ફરજ દરમિયાન બોલાચાલી કરી અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ એમ કહી પોલીસ અને હોમગાર્ડ્સને ગાળો આપી
તેમની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. જોકે પોલીસ ફરિયાદમાં તેનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો
તેમની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. જોકે પોલીસ ફરિયાદમાં તેનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો
X
રાજેશ દહીયા તેમના પત્ની અને ડ્રાઈવરે નીચે ઉતરીને ત્રણેય વ્યક્તિએ ફરજ દરમિયાન બોલાચાલી કરી અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ એમ કહી પોલીસ અને હોમગાર્ડ્સને ગાળો આપીરાજેશ દહીયા તેમના પત્ની અને ડ્રાઈવરે નીચે ઉતરીને ત્રણેય વ્યક્તિએ ફરજ દરમિયાન બોલાચાલી કરી અમારી ગાડી કેમ રોકો છો, અમે થોડા ક્રિમિનલ છીએ એમ કહી પોલીસ અને હોમગાર્ડ્સને ગાળો આપી
તેમની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. જોકે પોલીસ ફરિયાદમાં તેનો ઉલ્લેખ ટાળવામાં આવ્યોતેમની કારમાંથી દારૂની બોટલ પણ મળી હતી. જોકે પોલીસ ફરિયાદમાં તેનો ઉલ્લેખ ટાળવામાં આવ્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App