ચિટીંગ / અમદાવાદમાં અમેરિકન નાગરિકોને ફોન કરી ડોલર પડાવતું કોલસેન્ટર ઝડપાયું

DivyaBhaskar.com

Jan 12, 2019, 07:28 PM IST
પકડાયેલા આરોપી
પકડાયેલા આરોપી

  • પાનકોરનાકા વિસ્તારમાં દુકાનના ધાબા પર કોલસેન્ટર ચાલતું  હતું
  • અમેરિકન નાગરિકો છેતરાઈને ડોલરો જમા કરાવાતા હતા

અમદાવાદઃ શહેરના પાનકોર નાકા વિસ્તારમાં અમેરિકન નાગરિકોને ફોન કરી પૈસા પડાવતું કોલસેન્ટર ઝડપાયું છે. દુકાનના ધાબા પર આ ગોરખધંધો ચાલતો હતો. કારંજ પોલીસે કોલસેન્ટરમાં રેડ પાડી બે આરોપીની ધરપકડ કરી સાથે ત્રણ મોબાઈલ ફોન, લેપટોપ અને મેજીક જેક સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.

કાંરજ પોલીસને બાતમી મળી હતી કે પાનકોર નાકા પાસે આવેલી મનીષ ફાર્મા કેર નામની દુકાનના ધાબા પર બે વ્યક્તિ કોલસેન્ટર ચલાવે છે જેના આધારે પોલીસે દરોડો પાડી કારંજ જાન સાહેબની ગલીમાં રહેતા શહેજાદ પઠાણ એ કારંજની રાજધાની હોટલમાં રહેતાં પુરષોતમ સિંગની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે અમેરિકન નાગરિકોનો ડેટા મેળવી પેડે પ્રોસેસ સ્ક્રીપટના આધારે વિદેશમાં ફોન કરી જુદા જુદા ફાઇલ ચાર્જના નામે ડોલર ઉઘરાવતા હતા. નાગરિકો ડોલર ગૂગલ પ્લેમાં ડોલર જમા કરાવતા.

આરોપીઓએ તેમાં જણાવેલ આંકડા પ્રમાણે પેમેન્ટની પ્રોસેસ કરાવતા હતાં. તેમજ મનીગ્રામ મારફતે પણ પૈસા મેળવી લેતાં હતા. બંને આરોપીઓ છેલ્લા એક વર્ષથી આ કોલસેન્ટર ચલાવતા હતા. લીડ અને પેમેન્ટ પ્રોસેસ કોણ કરી આપતું હતું તે બાબતે આરોપીઓએ કોઈ માહિતી ન પૂરી પાડતા પોલીસ રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી કરશે.

X
પકડાયેલા આરોપીપકડાયેલા આરોપી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી