તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ: બોમ્બ હોવાની અફવાથી પોલીસ દોડતી થઈ, ઘટનાસ્થળે મળ્યા રમકડાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: શહેરના શાહીબાગ સ્થિત રાજસ્થાન હોસ્પિટલ પાસે બોમ્બ હોવાનો એક મેસેજ પોલીસ કંન્ટ્રોલ રૂમને કર્યો હતો. જેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરંતુ બોમ્બને બદલે રમકડાં મળતાં પોલીસ અધિકારીઓએ હાશકારો અનુભવ્યો હતો.


પોલીસ અધિકારીઓ દોડી ગયા


બોમ્બ મળ્યાના મેસેજને પગલે રાજસ્થાન હોસ્પિટલ પાસે  ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પંરતુ ત્યાં કોઈ શંકાસ્પદ વસ્તુ જોવા મળી ન હતી અને બોમ્બને બદલે રમકડાં મળી આવ્યાં હતાં.