પાટીદારોના મુદ્દે ભાજપ યુવા મોરચાના કાર્યકરો બાખડ્યા; જમણવારમાં થાળીઓ ઉડી

BJP youth wing activists on the issue of Patidar
BJP youth wing activists on the issue of Patidar
BJP youth wing activists on the issue of Patidar

DivyaBhaskar.com

Sep 12, 2018, 09:43 AM IST

અમદાવાદ: ભાજપ યુવા મોરચા દ્વારા આજે અમદાવાદ ખાતે યોજાયેલા દિગ્વિજય દિવસ સમારોહમાં ભાજપ યુવા મોરચાના કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે છુટ્ટા હાથની મારામારી થઇ હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત લાડુ પુરીના જમણ દરમિયાન પણ ઓવર ક્રાઉડ થઈ જતા થાળીઓ ઉડી હતી.

ભાજપ યુવા મોરચા દ્વારા આજે અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે વિવેકાનંદ જયંતી નિમિત્તે દિગ્વિજય દિવસ મને આ અંગે ભાજપ યુવા મોરચાનો એક અધિવેશન રાખવામાં આવ્યું હતું. અધિવેશનમાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિત પ્રદેશના નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે બપોરે યોજાયેલા આ અધિવેશનમાં સૌપ્રથમ ગુજરાતી આવેલા યુવા મોરચાના કાર્યકરો માટે લાડુ પુરી નું જમણ રાખવામાં આવ્યું હતું. આ જમણવાર દરમિયાન કાર્યકરોનો ધસારો થઈ જતા થાળીઓ ઉડી હતી. એટલુ જ નહીં કાર્યક્રમ શરૂ થાય તે પહેલા અમદાવાદ અને સુરતના કેટલાક કાર્યકરો વચ્ચે પાટીદારોના મુદ્દે શરૂ થયેલી ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા છુટ્ટા હાથની મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો.

તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

X
BJP youth wing activists on the issue of Patidar
BJP youth wing activists on the issue of Patidar
BJP youth wing activists on the issue of Patidar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી