તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીતુ વાઘાણી-ભૂપેન્દ્ર યાદવ સહિતના ભાજપ નેતાઓ પહોંચ્યા ખોડલધામ, નરેશ પટેલ રહ્યા હાજર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીતુ વાઘાણી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભીખુ ભાઈ દલસાણીયા સાથે ખોડલધામ પહોંચ્યા હતા - Divya Bhaskar
જીતુ વાઘાણી, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ભીખુ ભાઈ દલસાણીયા સાથે ખોડલધામ પહોંચ્યા હતા

રાજકોટઃ તાજેતરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી આગામી લોકસભાની ચૂંટણીને લઈ અમિત શાહ સાથે મુલાકાત કરી ગુજરાત પાછા ફર્યા છે. ત્યાર બાદ આજે વાઘાણીએ ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ અને પ્રદેશ મહામંત્રી ભીખુ ભાઈ દલસાણીયા સાથે લેઉવા પટેલ સમાજની આસ્થાના પ્રતિક એવા ખોડલધામ પહોંચ્યા હતા. 

 

નરેશ પટેલે સર્વાંગી સમાજને જોડવાનું કાર્ય કર્યું: જીતુ વાઘાણી 

 

ભોજપના આ નેતાઓ જેતપુર તાલુકાના વિરપુર(જલારામ) નજીક આવેલા સુપ્રસિદ્ધ ખોડલધામ(કાગવડ)માં મા ખોડલના દર્શને પહોંચ્યા હતા. ખોડલધામ ખાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવ,પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા સહિતના નેતાઓએ દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે ખોડલધામના પ્રણેતા નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ખોડલધામના દર્શનાર્થે આવેલ પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખોડલધામના નરેશભાઈ પટેલે 4 વર્ષમાં ખોડલધામનું નિર્માણ કરીને ધાર્મિકતા અને આધ્યાત્મિકતા સાથે સર્વાંગી સમાજને જોડવાનું કાર્ય કર્યું છે.