તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • BJPના નારાજ ત્રણેય MLAને મનાવવા બે 'સિંહ' મંત્રીઓને સોંપ્યું ઓપરેશન | Bhupendra Singh Pradip Singh Will Solve Three Unhappy Mla Of Vadodara

BJPના નારાજ ત્રણેય MLAને મનાવવા બે 'સિંહ' મંત્રીઓને સોંપ્યું ઓપરેશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ ગુજરાત ભાજપના ત્રણ ધારાસભ્યો એવા યોગેશ પટેલ, કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવની નારાજગીને લઈને ભાજપ સરકાર અને સંગઠનમાં દોડધામ મચી ગઇ છે, ત્યારે આ ધારાસભ્યોને મનાવવા માટે ગુજરાત સરકારના બે સિંહ મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે.

 

ભૂપેન્દ્રસિંહ અને પ્રદિપસિંહના શિરે જવાબદારી


ત્રણેય નારાજ ધારાસભ્યોને મનાવવા માટે રાજ્ય સરકારના મંત્રીઓ એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રદિપસિંહ જાડેજા ડેમેજ કંટ્રોલની કરવાની જવાબદારી સોંપી છે. પ્રદેશ નેતાગીરીએ બન્ને મંત્રીઓને આ અંગે કવાયત હાથ ધરવાની સૂચના આપી છે, જેથી વડોદરાના નારાજ થયેલા ત્રણ ધારાસભ્યોને મનાવવા માટે આ બંને મંત્રી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

 

સમાધાન કરાવવાનો પ્રયાસો

 

ધારાસભ્યોની નારાજગીનું કારણ અધિકારીઓ ભાજપના ધારાસભ્યો ગાંઠતા ન હોવાનું છે, જેથી આ ધારાસભ્યોની નારાજગી અંગે વિસ્તૃત વિગતો જાણીને તેમનું સમાધાન લાવવામાં આવે તે દિશામાં પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. (સતત અવહેલના સામે નીતિન પટેલની નારાજગી, સહનશીલતા કે શરણાગતિ?)

 

જેના ભાગરૂપે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાને હાલ વડોદરા મોકલીને ધારાસભ્યો સાથે વિસ્તૃત ચર્ચા કરવા જણાવ્યું છે. ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ તેમની નારાજગીનું કારણ જાણીને તેનું તારણ કાઢવા મંત્રીઓ તૈયારી કરી રહ્યા છે.

 

આગળ જાણો 27 જૂનના રોજ વડોદરાના ત્રણેય ધારાસભ્યોએ યોજેલી બેઠક અંગે તથા  ધારાસભ્યોએ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી ઘોર ઉપેક્ષાને લઈ કરેલી ફરિયાદની વિગતો