બીટકોઈન કેસ: PI પટેલને વકીલના ખર્ચ માટે રૂ.40 લાખ આપ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: 200 બીટકોઇન અને રૂ.32 કરોડની ખંડણી માંગવાના કેસમાં પોતાને નિર્દોષ ગણાવતા એસપી જગદીશ પટેલ  અંગે રિમાન્ડ પર રહેલા પીઆઇ અનંત પટેલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, જગદીશ પટેલે ફરિયાદ નોંધાયાના બે દિવસ પહેલા  મને મળવા બોલાવ્યો હતો. અને વકીલો અને કોર્ટના ખર્ચા પેટે રૂ. 40 લાખ આપ્યા હતા. જેના આધારે સીઆઇડી ક્રાઇમે જગદીશ પટેલને કોર્ટમાં રિમાન્ડની માંગણી કરતા રજૂઆત કરી હતી. એસીબી જજ નિપા રાવલે દલીલો સાંભળ્યા બાદ આરોપી પટેલને 7 દિવસના રિમાન્ડનો હુકમ કર્યો હતો.બીજી તરફ કેતન પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે.

 

બીટકોઇન કેસમાં સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચે 8 એપ્રિલે પીઆઇ અનંત પટેલ સહિત 11 સામે ખંડણી, અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. જેમાં કોન્સ્ટેબલ બાબુ ડેર, વિજય વાઢેર અને વકીલ કેતન પટેલની ધરપકડ કરી હતી. 19 એપ્રિલે અનંત પટેલની ધરપકડ કરી 27 એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડમાં અનંત પટેલે સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ નિવેદન આપેલું કે, 6 એપ્રિલે રાત્રે 8.30 વાગે એસપી પટેલે મને સિંધુભવન રોડ પર બોલાવ્યો હતો. અને ત્યાં તેમણે વકીલો, કોર્ટ સહિતના ખર્ચા પેટે 40 લાખ આપ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જેના કારણે જગદીશ પટેલની મુખ્ય ભૂમિકા બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...