અમદાવાદના યુવકે નીટ-JEEના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે 1 લાખ MCQ સાથેની એપ બનાવી

ધ એક્ઝામિનર નામની એપ પર અઠવાડિયામાં બે વખત પેપર અપલોડ થશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:01 AM
કલ્પેશ સુહાગિયા
કલ્પેશ સુહાગિયા

અમદાવાદ: સેન્ટ્રલ બોર્ડ દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને ટફ પડે છે. મોટા ભાગે એનસીઆરટીના અભ્યાસક્રમ પ્રમાણે નીટ એક્ઝામ લેવાતી હોય છે. બાપુનગરના કલ્પેશ સુહાગિયાએ માત્ર ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને મદદરૂપ થાય તેવી નીટ અને જેઈઈની મોબાઈલ એપ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર કરી છે. આ એપમાં 1 લાખથી વધુ એમસીક્યુ અને સ્ટડી મટીરિયલથી નીટની પરીક્ષાની તૈયારી કરી શકાશે.


નીટ અને જેઈઈની એક્ઝામ માટે અંગ્રેજી માધ્યમમાં ઘણી બધી મોબાઇલ એપ્લિકેશન ઉપલબ્ધ છે, પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે તેવી THE EXAMINER નામની મોબાઇલ એપ પહેલી વખત એક યુવાને ડેવલપ કરી છે. સબ્જેક્ટ, ચેપ્ટર અને ટોપિક પ્રમાણે વિદ્યાર્થીઓ એનાલિસિસ કરી શકે છે.


એક્ઝામ ઓનલાઇન હોય કે ઓફલાઇન પરંતુ નીટ જેવી એક્ઝામમાં કોન્સેપ્ટ તેમજ ટાઇમ મેનેજમેન્ટ મહત્વનો ભાગ ભજવે છે. જેને આ એપથી વધુ સારી રીતે ચકાસી શકાય છે. એક લાખથી વધારે એમસીક્યુ ધરાવતી આ એપ વડે ઓનલાઇન અને ઓફલાઈન એક્ઝામ આપી શકાશે. આ મોબાઇલ એપમાં અઠવાડિયામાં બે વખત પેપર અપલોડ થશે. વિદ્યાર્થીઓ એકઝામમાં પોતાનો કેટલાકમો રેન્ક છે તે જાણી શકશે. વાલીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે કે, મોબાઇલ આપવાથી તેનો દુરુપયોગ થશે પરંતુ આ એપથી વિદ્યાર્થી દિવસભર મોબાઇલમાં શું કરે છે તેની જાણકારી મેળવી શકાય છે.

શીખવાની રીત બદલવાનો હેતુ

ટેક્નોલોજીનો ઉપયોગ કરી વધુ સારી આવતીકાલનું નિર્માણ કરવા માટે યોગદાન આપી શકાય છે. અમારા માટે વાસ્તવિક આનંદ લાખો વિદ્યાર્થીઓ જે રીતે શીખે છે તેમાં બદલાવ આવે તેવો છે. - કલ્પેશ સુહાગિયા, એપ બનાવનાર

X
કલ્પેશ સુહાગિયાકલ્પેશ સુહાગિયા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App