પ્રદર્શન / વેલેન્ટાઈન-ડેને લઈ રિવરફ્રન્ટ પર બજરંગદળનો વિરોધ, 15ની અટકાયત

Bajrangdal & VHP Protest against valentines day, 15 Detained

  • દર વર્ષે વેલેન્ટાઈન-ડેના દિવસે બજરંગદળના કાર્યકર્તાઓ પ્રેમી-પંખીડાઓને હેરાન કરે છે
  • વહેલી સવારથી જ રિવરફ્રન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો

DivyaBhaskar.com

Feb 14, 2019, 01:47 PM IST

અમદાવાદ: આજે વેલેન્ટાઈન-ડેના દિવસે બજંરગ દળ અને વીએચપીના કાર્યકરોએ સાબરમતી રિવરફ્રન્ટ પર વેલેન્ટાઈન-ડેનો વિરોધ કર્યો હતો. આપણી સંસ્કૃતિ આપણી ઓળખ, શ્રેષ્ઠ સંસ્કૃતિ, હિંદુ સંસ્કૃતિ, જયશ્રીરામ સે-નો વેલેન્ટાઈન જેવા સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે 15 કાર્યકરોની અટકાયત કરી છે.


રિવરફ્રન્ટ પર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો: દર વર્ષે વેલેન્ટાઈન-ડેના દિવસે બજરંગ દળ અને વીએચપીના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હોય છે. રિવરફ્રન્ટ અને ગાર્ડનમાં બેઠેલા પ્રેમી-પંખીડાઓને માર મારવાની તેમજ તેમના પર ઈંડા-ટામેટા ફેકવા જેવી ઘટનાઓ ભૂતકાળમા બનેલી છે. જેના પગલે આ વર્ષે આવો વિરોધ ન થાય તેના અગમચેતીના પગલા રૂપે રિવરફ્ન્ટ પર સવારથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વાડજથી લઈ એનઆઈડી સુધી તેમજ રિવરફ્રન્ટ પાર્ક પાસે બંદોબસ્ત ગોઠવાયો હતો. સવારથી જ પોલીસે ગાર્ડનમાં કોઈપણ યુવક-યુવતીને જવા દીધા ન હતા.

X
Bajrangdal & VHP Protest against valentines day, 15 Detained
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી