બાબા સાહેબના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિકને મળીને કહ્યું, સરકાર સમાજમાં વિદ્રોહ કરાવી સત્તા મેળવવા માંગે છે

હાર્દિકને બીજો રસ્તો અપનાવવાની પ્રકાશ આંબેડકરની સલાહ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 09:40 AM
Baba Saheb Ambedkar's grandson Prakash Ambedkar visited Hardik Patel

ગાંધીનગર: ઉપવાસ આંદોલનના 18માં દિવસે બાબા સાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકરે હાર્દિક પટેલની મુલાકાત લઈ તેને અનશન છોડી આંદોલન માટે બીજો રસ્તો અપવાવવાની સલાહ આપી હતી. મુલાકાત બાદ પ્રકાશ આંબેડકરે જણાવ્યું હતુંકે, સરકાર જાણી જોઈને હોમ હવન કરાવી દેશમાં અરાજકતા, સમાજમાં વિદ્રોહ કરાવી, ઈમરજન્સી લાદી ફરી સત્તામાં આવવા માંગે છે. જ્યારથી દેશમાં આરએસએસ અને ભાજપ સરકાર સત્તા પર આવી છે ત્યારથી લોકશાહી ખતમ થઈ ગઈ છે અને હીટલર શાહી શરૂ થઈ ગઈ છે. સરકાર જ કાસ્ટ બેઝ રાજનીતિ કરીને ફરી 2019માં સત્તામાં આવવા માટે ફાંફાં મારે છે. કોંગ્રેસના MLA અને પાટીદાર અગ્રણીઓએ હાર્દિકની મુલાકાત લઈને પારણાં કરવા માટે અપીલ કરી હતી.

શું બાપુએ બાળહત્યાની સોપારી લીધી છે?: ધાનાણી


વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતુંકે, ગુજરાતમાં 18 દિવસથી ઉપવાસ છતાં સરકાર પારણાં કરાવતી નથી. ઉપવાસના પારણાં અટકાવીને શું બાપુએ બાળ હત્યાની સોપારી લીધી છે?

X
Baba Saheb Ambedkar's grandson Prakash Ambedkar visited Hardik Patel
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App