આઝમનો ખુલાસો, જુહાપુરાના બિલ્ડર નજીર વોરાની હત્યા માટે 70 લાખની સોપારી લીધી

azam khan pathan except a to take 70 lakh blood money for nazeer vora murder

divyabhaskar.com

Oct 22, 2018, 05:16 PM IST

અમદાવાદઃ સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના મહત્ત્વના સાક્ષી અને રાજસ્થાનના ગેંગસ્ટર આઝમખાન પઠાણે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.આઝમખાન પઠાણે ઉદયપુર એસટીએફ(સ્પેશિયલ ટાસ્ક ફોર્સ) સમક્ષ જુહાપુરાના બિલ્ડર નજીર વોરા અને જમાલપુરના બિલ્ડર સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે 70 લાખ રૂપિયાની સોપારી લીધી હોવાનું સ્વીકાર્યું છે.


થોડા દિવસ પહેલા થઇ હતી ધરપકડ


થોડાક દિવસ પહેલાં ઉદયપુરની એસટીએફએ ખંડણી અને હત્યાના પ્રયાસો સહિત 17 કરતાં વધુ ગુનામાં સંડોવાયેલા આઝમખાન પઠાણની દિલ્હીથી ધરપકડ કરી હતી.

હનિફ દાઢી હત્યા કેસમાં સીઆઇડીએ કરી પૂછપરછ

વર્ષ 2016માં જમાલપુર મ્યુનિસિપલ ક્વાર્ટર્સ પાસે બિલ્ડર મહમ્મદ હનિફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનિફ દાઢીની પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરીંગ કરીને થયેલી હત્યાના ચકચારી કિસ્સામાં સીઆઇડીએ ઉદયપુરમાં ધરપકડ થયેલા ગેંગસ્ટર આઝમખાન પઠાણની પૂછપરછ કરી છે.


આઝમના બે શૂટર પણ ઝડપાયા

આઝમખાનની ધરપકડ બાદ તેના બે શૂટર સદામ ન્યારગર અને ઇમરાન ઉર્ફે ભુરિયાની પણ એસટીએફની ટીમે બે ઇમ્પોર્ટેડ પિસ્તોલ અને છ જીવતા કારતૂસ સાથે ધરપકડ કરી હતી.

હનિફ દાઢી હત્યા કેસ અંગે સીઆઇડી ક્રાઇમ તેમજ એસટીએફની ટીમે આઝમખાનની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન તેણે અમદાવાદના બિલ્ડર નજીર વોરા અને હથિયારોના બોગસ પરવાના આપવાના કેસમાં ધરપકડ થયેલા સલીમ જુમ્માખાન પઠાણની હત્યા કરવા માટે 70 લાખ રૂપિયાની સોપારી લીધી હોવાની કબૂલાત કરી છે.

X
azam khan pathan except a to take 70 lakh blood money for nazeer vora murder
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી