પ્રચાર / યુપીમાં 73 નહીં 74 અને પ.બંગાળમાં 23થી વધુ બેઠકો ભાજપ જીતશે: અમિત શાહ

અમિત શાહ
અમિત શાહ
X
અમિત શાહઅમિત શાહ

  • ગુજરાતમાં બહુમતી નહીં છવ્વીસમાંથી છવ્વીસ બેઠક જીતીશું
  • કોંગ્રેસ પાસે નથી નેતા કે નથી નીતિઃ અમિત શાહ

divyabhaskar.com

Feb 13, 2019, 02:24 AM IST

અમદાવાદઃ   ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે અમદાવાદમાં કાર્યકરોને સંબોધન કરતા એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપના ગુજરાતમાં તમામ છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો, યુપીમાં આ વખતે 73 નહીં પણ 74 અને પશ્વિમ બંગાળમાં 23થી વધુ બેઠકો જીતશે. 

1. ભાજપ દરવર્ષે ખેડૂતોને રૂ. 75 હજાર કરોડ આપશ તેવો દાવો
પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં સંબોધન કરતા શાહે કહ્યું હતું કે, મહાગઠબંધનથી કોઇ ફેર પડવાનો નથી, ગુજરાતની તમામ 26 બેઠક આપણને જ મળવાની છે. ગઠબંધનના નેતાઓને તમારો પ્રધાનમંત્રી પદના ઉમેદવાર કોણ છે તેની સ્પષ્ટતા કરો તેવો પ્રશ્ન પણ તેમણે પૂછ્યો હતો. કોંગ્રેસે 10 વર્ષના શાસનમાં વર્ષ 2008માં ત્રણ કરોડ ખેડૂતોને 53 હજાર કરોડ રૂપિયાનું દેવુ માફ કર્યું છે, પણ કેન્દ્રની ભાજપ સરકારે છ હજારની ઇનપુટ સબસિડી જાહેર કરીને દરવર્ષે 15 કરોડ ખેડૂતને રૂ. 75 હજાર કરોડ આપવાનું નક્કી કરતા એકંદરે દસ વર્ષમાં ખેડૂતોને સીધેસીધા 7.50 લાખ કરોડ મળશે તેમ શાહે કહ્યું હતું. તેમણે કાર્યકરોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી પદે પુન:આરૂઢ કરવાની જવાબદારી આપણી હોવાથી ગુજરાતની તમામ 26 બેઠક પર કમળ ખીલવવા હાકલ કરી હતી.
2. મમતા ભલે દબાવે, ભાજપ દબાશે નહીં
અમિત શાહે કહ્યું હતું કે, પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાજપની રેલી પર પ્રતિબંધ મૂકે છે, હેલિકોપ્ટર ઉતરવાની મંજૂરી આપતાં નથી, ભાજપના પ્રચારમાં અનેક અંતરાયો ઊભા કરે છે, પણ ભાજપને દબાવવાનો જેટલો પ્રયાસ થશે, તેટલું ભાજપનું કમળ ખીલશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી