• Gujarati News
  • National
  • Amc Helpline Number For Complaint Water Logging And Many More After Rain In Ahmedabad

AMCએ જાહેર કર્યા વૃક્ષો પડવાથી લઈ પાણી ભરાવાની ફરિયાદ કરવા માટે હેલ્પ લાઈન નંબર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદઃ શહેરમાં વહેલી સવારથી અત્યાર સુધીમાં ચાર ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. વરસાદની ધમાકેદાર બીજી ઈનિંગને પગલે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે મીઠાખળી અને પરિમલ અંડરપાસ પણ બંધ થઈ ગયા હતા. તેમજ વિવિધ વિસ્તારોમાં 17 જેટલા વૃક્ષો ધારાશાયી થયા હતા. આ વરસાદને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ મુશ્કેલીઓને પહોંચી વળવા માટે હેલ્પ લાઈન નંબર રીલિઝ કર્યા છે.

 

155303 નંબર પર  ગટર, રસ્તો અને સફાઈની ફરિયાદ કરી શકાશે

 

શહેરીજનો કોઈપણ પ્રકારની અરજી કર્યા વિના એએમસી હેલ્પ લાઈન નંબર 155303 પર ફક્ત એક ફોન કરીને પાણી ભરાવા સંબંધિત ફરિયાદ કરી શકે છે.જ્યારે 155303 નંબર પર ફોન કરી ગટર, પાણી, વીજ પોલ, રસ્તો, સફાઇ વિગેરેની ફરિયાદ નોંધાવી શકાશે. આ ફરિયાદ નોંધાવ્યા બાદ તમને SMS મળશે. જેમાં ફરિયાદ નંબર હશે.

 

10 મિનિટમાં SMS ન આવે તો ફરીવાર ફોન કરવો

 

તેમજ જો 10 મિનિટમાં SMS ન આવે તો ફરીવાર ફોન કરવો. આ ફરિયાદનું નિરાકરણ આવે એટલે ફરિયાદ ક્લોઝ કરી હોવાનો મેસેજ આવશે. જો ફરિયાદ ઉપર સંતોષકારક કામ ન થયું હોય તો 155303 ફોન કરી એ જ ફરિયાદને રી-ઓપન પણ કરાવી શાય છે.

 

ફરિયાદ માટેના નંબર

 

ઉસ્માનપુરા- 07927550910


મધ્યસ્થ કંટ્રોલ રૂમ-7819862866/079 25330000


ઝાડ પડી ગયાની ફરિયાદ- 9099083209

 

લાઇટ બંધની ફરિયાદ- 180030000314/180030000898