અમદાવાદ: આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ 3 અને 4ના કર્મીઓએ એક રેલી યોજી હતી. સારંગપુર આંબેડકરની પ્રતિમાથી કોર્પોરેશનની ઓફિસ સુધી યોજાયેલી આ રેલીમાં 7000 હજારથી વધુ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. આ સફાઈ કામદારોએ કોર્પોરેશન ઓફિસ પહોંચીને ઉગ્ર દેખાવો કર્યા હતા. આ કર્મચારીઓ 'અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ગ ત્રણ અને ચારના કામદારોનું આર્થિક શોષણ બંધ કરો'ના બેનર સાથે પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા.
CMનો આદેશ છતાં નિયમોનું ઉલ્લંઘન
આ કર્મચારીઓએ પોતાના વિવિધ પ્રશ્નોના ઉકેલને લઈ રેલી યોજી હતી. જેમાં મુખ્યમંત્રીએ કાયમી કરવાના કરેલા હુકમો, હક્કો તથા બીજા લાભો આપાવાની જાહેરાત કરવા છતાં આ કર્મીઓને કાયમીનો પગાર ચૂકવવવામાં આવ્યો નથી. આથી આ તમામ સફાઈ કામદારોએ દેખાવો કરવાનો નિર્ણય લીધો હતો. તેમજ જો ગરીબ અને વર્ષોથી શોષિત એવા સફાઈ કામદારો સાથે કિન્નાખોરી થતી અટકાવવા 14 પછી હડતાલ પાડવાનું પણ આવેદન પત્ર આપ્યું હતું. આ કામદારોએ મ્યુનિસિપલ કમિશ્નર મુકેશ કુમારને આવેદન પત્ર આપ્યું હતું.
આગળ જુઓ કર્મચારીઓએ પોતાની વિવિધ માગોને લઈને યોજેલી રેલીના ફોટોઝ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.